<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

ટંકારાના સરાયા ગામે ઘોડી લઈને નીકળતા ભેંસ ભડકવા મામલે મારામારી કેસમાં વળતી ફરિયાદ

પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી

ટંકારાના સરાયા ગામે ઘોડી લઈને નીકળતા ભેંસ ભડકવા મામલે મારામારી થવા પામી હતી જે મારામારી પ્રકરણમાં હવે સામાપક્ષે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે

   સરાયા ગામના રહેવાસી નયુમ મુસાભાઈ વીકીયાએ આરોપી ઈરફાન ઈબ્રાહીમ જુણેજા અને કાળુ મામદ કૈડા રહે બંને સરાયા તા. ટંકારા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા. ૧૬-૧૧ ના રોજ ફરિયાદી પોતાની ઘોડી લઈને જતા હતા ત્યારે આરોપીની ભેંસ ભડકતા ગાળો આપી બંને આરોપીએ લોખંડ પાઈપ લઈને આવી અયુબભાઈને માથામાં એક ઘા મારી તેમજ લાકડાના ધોકા વડે ફરિયાદી નયુમને માર મારી ઈજા કરી હતી ટંકારા પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે  

(9:40 PM IST)