<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

મોરબીના શનાળા રોડ પર આવેલ કારખાનાના બીજા માળેથી નીચે પડી જતા યુવાનનું કરૂણમોત

માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું

મોરબીના શનાળા રોડ પર આવેલ કારખાનાના બીજા માળેથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા ૨૬ વર્ષીય યુવાનનું મોત થતા બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે

મોરબીના વિરાણીની વાડીના રહેવાસી અનિલભાઈ રમેશભાઈ કણઝારીયા (ઉ.વ.૨૬) નામના યુવાન શનાળા રોડ પર આવેલ સવન કલોક નામના કારખાનામાં બીજા માળેથી નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું સીટી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે


 

(9:42 PM IST)