<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

દ્વારકા તાલુકામાંથી 24 કુંજ કરકરા પક્ષી મૃત અવસ્થામાં મળતા જીવદયાપ્રેમી- પક્ષી પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો

નાગેશ્વરના ભિમગજા તળાવ પાછળ શિકારીઓ દ્વારા 24 વન્ય જીવોના શિકાર કરાયા હોવાની ચર્ચા

દ્વારકા તાલુકામાંથી 24 કુંજ કરકરા પક્ષી મૃત અવસ્થામાં મળી આવતા જીવદયા પ્રેમી અને પક્ષી પ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. નાગેશ્વરના ભિમગજા તળાવ પાછળ શિકારીઓ દ્વારા 24 વન્ય જીવોના શિકાર કરાયા હોવાનું કહેવાઈ રહ્યું છે. ફોરેસ્ટ વિભાગની ટીમો દ્વારા પેટ્રોલિંગ દરમિયાન શિકારીઓ રિક્ષા અને પક્ષીઓના મૃતદેહો છોડી ફરાર થયા હતા. ફોરેસ્ટ વિભાગે મૃત પક્ષીઓનો કબજો લઈ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફોરેસ્ટ વિભાગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે

(10:10 PM IST)