News of Tuesday, 26th November 2024
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે બુલડોઝર ફર્યું: ૫૦ કરોડની ૧૨ હેક્ટર જમીન ખૂલ્લી કરાઇ
કોર્ટમાં અલગ અલગ ત્રણ અરજીઓ થઈ છેઃ સ્ટે. ન મળતા :મંદિર, મસ્જિદ સહિતના ગે.કા. દબાણો હટાવવાની કામગીરી અવિરત રહેશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૬: અલંગ મણાર ગામની સરકારી પડતર અને ગૌચરણ મળી આશરે બે હજાર વિઘામા છેલ્લા ત્રીસેક વર્ષથી થતા આવતા ગેર કાયદેસર બાંધકામ દૂર કરવાનો કડક આદેશ ના પગલે તંત્ર એક્શન મોડમા આવ્યું હતું. જેને લઈ દબાણ હટાવ કામગીરી સ્થગિત રાખવામાં આવે તેવી કોર્ટમાં માગેલ દાદ મા આજે ૩૬ આસામીઓ એ જે અરજી કરી હતી તેને લઈ સ્ટે.ન મળતા દબાણ હટાવ કામગીરી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બીજી બે દાદની મુદત આગામી તા.૨૪/૧૨ ની પડી છે.
અચાનક કડક કાર્યવાહી થતા દબાણકર્તાઓમા ફફડાટ ફેલાઇ ગયા ેહતો. તંત્રએ ગઈકાલે જ આખરી ઓપ આપી જેસીબી, ટ્રેકેટર, હિટાચી, એમ્બ્યુલન્સ, ૧ પો.ઇ,૧પો.સ.ઇ, મહિલા સહિત પચાસથી વધુ પોલીસ બળ સ્ટેન્ડબાય રાખી દબાણ હટાવ કામગીરી શરૂ કરવાની હતી. તેની સામે ૩૬ આસામીઓએ ગઈકાલ રવિવાર હોવા છતાંય હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. જેને લઈ તળાજા ડે. કલેકટરને કોર્ટનું તેંડુ આવતા તેઓ વહેલી સવારે જ તળાજાથી નીકળી કલેકટર કચેરીના એડવોકેટ સાથે હાઇકોર્ટ પહોંચ્યા હતા. જ્યાં કોર્ટે દબાણકર્તાઓની માંગ ન સ્વીકારતા ડે.કલેકટર એ બુલડોઝર ફેરવવાનો આદેશ આપતા તળાજા મામલતદારની ટીમ કાર્યરત થઈ હતી.
ચુસ્ત બંદોબસ્ત સાથે મસ્જિદ મંદિર સહિતના રહેણાંક અને કોમર્શીયલ હેતુ માટે ઉભા કરાયેલ દબાણો ને તોડી પાડવામાં આવ્યાહતા. સાંજના ૬.૩૦ કલાક સુધી કાર્યવાહી શરૂ રહી હતી. જોકે પ્રારંભિક તબકકેજ ધાર્મિક સ્થાન ઉભું કરવામાં આવી રહયુ હતું ત્યાંથીજ જેસીબીએ તોડવાનું શરૂ કરતા જે લોકો માનતા હતા કે અંતિમ ઘડીએ દબાણ હટાવ કામગીરી બંધ રહશે તે શાનમા સમજી ગયા હતા ને સ્વયં દબાણદૂર કરવા લાગ્યા હતા.
સત્તાવાર સાધનોએ જણાવ્યું હતુ કે ૧૫ અને ૯૧ આસામીઓ દ્વારા કોર્ટમા દાદ મંગાઈ છે. તેની મુદત આગામી તા.૨૪/૧૨ ની હોય કોર્ટના નિર્ણય બાદ એટલા પૂરતું દબાણ હટાવ કામગીરી નહિ થાય. બાકી દબાણ હટાવવા ની કામગીરી શરૂ રહશે. મણારના તલાટીમંત્રીએ જણાવ્યું હતુ કે ગૌચરણની જગ્યા પરના ૫૬ દબાણકર્તાઓએ પોતાની જાતે જ દબાણ હટાવી લીધા હતા. જે લોકોના મકાન ઉભા છે તેવા આશરે ૧૦૦ થી વધુ પરિવાર દ્વારા ગ્રામ પંચાયત કચેરી અને પોલીસ મથકે ભાઈઓ બહેનોના ટોળા સ્વરૂપે દોડી ગયા હતા.મકાન ની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દબાણ હટાવ કામગીરી સ્થગિત રહે તેવી ઉગ્ર માંગ કરી હતી.
જયભીમના નારા
સાથે રેલી નિકળી
પાવલિયા વિસ્તારમા જ્યાં એકસો થી વધુ બાંધકામો થયા છે.રહેણાંક મકાનો બન્યા છે ત્યાં દલિત,માલધારી, કોળી સમાજ સહિતના એકસો થી વધુ પરિવાર રહે છે.ગૌચરણ ઉપર મકાન બનેલા છે.તંત્ર સક્રિય બનતા સૌને પોતાનું મકાન તૂટી પડશેતેવી ચિંતા હવે સતાવી રહી છે.દબાણ હટાવ કામગીરી ન થાય તેવું ઇચ્છિ રહ્યા છે જેને લઈ આજે મણાર ગામ થી પોલીસ ચોકી સુધી ડો.બાબા સાહેબ ની તસ્વીર અને જયભીમ ના નારાઓ સાથે રેલી યોજાઈ હતી. રેલીમા મહિલા પુરુષ સભ્યો જોડાયા હતા.ુ
નોટીસ સ્વીકારવામા ન આવી!
સરકારી પડતર જમીન પર એક તરફ બુલ ડોઝર ફરી રહ્યું હતું.બીજી તરફ તંત્ર દ્વારા ગૌચરણ ની જગ્યા પર એકસો થી વધુ પાકા મકાનો બનાવવામા આવ્યા છે તેને સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે બીજી નોટીસ અપવાની કાર્યવાહી કરવામાં આવી રહીહતી.તંત્ર દબાણ હટાવવા માટે એકદમ સક્રિય જણાતા જે લોકોના મકાનો હોય તે લોકોમાં આક્રોશ હતો. સૌએ એકઠા થઇ નોટીસ સ્વીકારવાનો નનૈયો ભણ્યો હતો.
ડે.કલેકટર એ જણાવ્યું હતુ કે લોકશાહી હોય સૌને રજુઆત કરવી અને અમોએ સાંભળવી જોઈએ. બાકી જે દબાણ છે તે બાબત ગેરકાયદેસર જ કહી શકાય.
૧૨ હેકટર પર દબાણ દૂર કરાયા
તળાજા પ્રાંત અધિકારી સોલંકી એ જણાવ્યું હતુ કે અલંગ મણારમા કુલ ૨૪૧૮ પૈકીના બે ધાર્મિક સ્થળો મળી કુલ ૫૫ દબાણ દૂર કરેલ હતા. કુલ ૨૬૪ હેકટરમાંથી ૧૨ હેકટર જગ્યા ખુલ્લી કરાવી છે.(
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
