News of Tuesday, 26th November 2024
ભાણવડ નજીક અકસ્માત સર્જીને બઘડાટી બોલાવતા ચાર સામે ફરિયાદ

ખંભાળીયા તા. ૨૬: ભાણવડમાં ઘુમલી રોડ પર રહેતા ફુલભાઈ નાથાભાઈ પોપલીયા નામના ૪૭ વર્ષના સતવારા યુવાન તેમની સાથે તેમના પરિવારના રાધિકાબેનને લઈને તેમના જી.જે. ૧૦ એલ. ૮૦૬૩ નંબરના બુલેટ મોટરસાયકલ પર જઈ રહ્યા હતા, જી.જે. ૦૩ ડી.એન. ૭૧૦૨ નંબરની ફોક્સવેગન વેન્ટો મોટરકારના ચાલક દ્વારા અકસ્માત સજર્યો હતો. જેથી બુલેટ પર જઈ રહેલા ફુલભાઈ તથા રાધિકાબેનને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી.આ પછી કારના ચાલક નિલેશ દેવાભાઈ કદાવલા (ઉ.વ. ૨૭, રહે. એસ.ટી. રોડ - જામનગર) તેમજ તેની સાથે જઈ રહેલા અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ ફુલભાઈ સાથે ઝઘડો કરી અને તેમને બેફામ માર માર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે કાર ચાલક નિલેશભાઈ કદાવલા સહિત તમામ ચાર શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ઘરી છે.
ઈન્સ્ટાગ્રામ પોસ્ટ બાબતે મોરઝરના યુવાનને મારી નાખવાની ધમકી
ભાણવડ તાબેના મોરઝર ગામે રહેતા વેજાભાઈ લાખાભાઈ સાગઠીયા નામના ૪૫ વર્ષના યુવાન પોતાના ઘરે જઈરહ્યા હતા ત્યારે માર્ગમાં ભરત બાવનજીભાઈ બાટા નામના શખ્સએ તેમને અટકાવી, અને બેફામ માર માર્યો હતો.આટલું જ નહીં, આરોપીએ ફરિયાદી વેજાભાઈ તથા સાહેદ અમિતભાઈને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારીનાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.આરોપીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ બાબતે માર મારી, ધમકી આપ્યાનું ઉપરોક્ત પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
