News of Tuesday, 26th November 2024
ઓખા વિજ કચેરીમાંથી ૧૬ર કિલો વાયર ચોરી કરનાર ૭ ઝડપાયા
એક જુનાગઢ, એક સિહોર અને પાંચ પોરબંદરના આરોપી

ખંભાળીયા, તા. ર૬: બેટ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગઈ તા.૨૨/૧૧/૨૦૨૪ ના રોજ PGVCL ઓખા સબ ડીવીઝન દ્વારા ઇલેક્ટ્રીક કેબલ ૧૫૦ સ્કેવેર એમ.એમ કોપર એક્સલ પી.ઇ સબમરીન કેબલ પ્લાસ્ટીકના કવર વાળો કાળા કલરનો કેબલ આશરે ૪૦ મીટર કિ.રૂ.૬૦,૦૦૦/- ની કોઈ ઈસમ ચોરી કરી લઈ ગયેલ ની ફરીયાદ આધારે બેટ દ્વારકા ઇન્સ્પેક્ટર કે.એસ પટેલ સાહેબ ના માર્ગદર્શન મુજબ એ.એસ.આઈ. એલ.એલ.ગઢવી તથા પો.હેડ કોન્સ.બી.આર.ઓડેદરા નાઓએ હ્યુમન રીસોર્સથી બાતમી મેળવી બેટ દ્વારકા અભ્યાય માતાજીના મંદિર તરફ જતા રસ્તા પર નિલકંઠ મહાદેવના મંદિર પાસે થી કુલ ૭ આરોપીઓને ૧૬૨ કિલો કિ.રૂ.૬૪,૮૦૦/- ના કોપર વાયરના ભંગાર સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
પકડી પાડેલ આરોપીઓઃ
(૧) અરુણભાઇ ઉર્ફે બચુ વિજયભાઇ ઉર્ફે ગદો સોલંકી રહે.મુળ- ખડપીઠ પાસે મોમાઇ માતાજીના મંદીર પાછળ પોરબંદર હાલ રે.તળાવ પાસે ઓખા તા. દ્વારકા
(૨) વિક્રમભાઇ ગોવીંદભાઈ સોલંકી રહે મુળ ખડપીઠ પાસે રૂપાલી હોટલની બાજુમા પોરબદર હાલ રે.તળાવ પાસે ખોખા તા.દ્વારકા
(૩) અજય ઉર્ફે લબડી ધુધભાઇ સોલંકી રહે. મુળ-ગુંદાળાગામ તા.શિહોર હાલ રે.તળાવ પાસે
(૪) મયુરભાઇ ઉર્ફે મેહુલ રમેશભાઇ મકવાણા રહે.જ્યુબેર્લ હાથી કેમીકલ કોલસાનુ જુનુ કારખાના પાસે પોરબંદર હાલ રે.તળાવ પાસે ઓખા
(૫) અમળતાબેન ઉર્ફે ધુની વા/ઓ શ્યામભાઇ ઉર્ફે સામો રામુભાઇ સોલંકી રહે.મુળ-ખંડપીઠ પાસે રૂપાલી હોટેલની બાજુમાં પોરબંદર હાલ રે.તળાવ પાસે જકાતનાકા ઓખા તા.દ્વારકા
(૬) મનીશભાઇ રમેદાભાઇ સોલંકી રહે.નારાયણ મંડપ સર્વિસ પાસે ખડપીઠ પોરબંદર
(૭) પ્રતાપભાઈ નારાયણભાઇ ચોરસીયા હાલ રે.કીરીટ નગર સોસાયટી દોલતપરા જૂનાગઢ
મુળ રે.અયોધ્યાગામ રામ મંદીર પાછળ તા.અયોધ્યા જી.અયોધ્યા રાજ્ય ઉતરપ્રદેશનો સમાવેશ થાય છે
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
