<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

એકપણ ક્ષેત્ર એવું નથી જયાં ભ્રષ્‍ટાચાર ન હોયઃ હેમાબેન આચાર્ય

ગુજરાત રાજયના પૂર્વ આરોગ્‍યમંત્રી અને ગુજરાત ભાજપના ધરખમ ગજાના મહિલા નેતાના પ્રહારો :મોડેલ સ્‍ટેટ તરીકે દર્શાવાતા ગુજરાતની હાલત આવી તો અન્‍ય રાજયોની સ્‍થિતી કેવી હશે? ચિંતન શિબીરમાં અમારા જેવાની પણ ચિંતા કરજોઃ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને ધગધગતો પત્ર લખ્‍યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૬: ગુજરાત રાજયના પૂર્વ આરોગ્‍ય મંત્રી અને ગુજરાત ભાજપના ધરખમ ગજાના મહિલા નેતા હેમાબેન સુર્યકાંતભાઇ આચાર્ય એ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને ગુજરાતની આજની સ્‍થિતી વિશે માહિતી આપીને યોગ્‍ય કરવા રજુઆત કરી છે.

હેમાબેન સુર્યકાંતભાઇ આચાર્યએ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને પાઠવેલ પત્રમાં જણાવ્‍યું છે કે, આજે આ પત્ર લખવાનું કારણ એક નાગરીક તરીકે આજની ગુજરાતની જે સ્‍થિતી છે તેનું થોડુંક- અવલોકન છે.

ગુજરાતને મોડેલ સ્‍ટેટ તરીકે દર્શાવવામાં આવે છે ત્‍યારે જે માહોલ બની રહયો છે તે જ જો મોડેલ હોય તો બીજા રાજયોની સ્‍થિતિ શું હશે તે કલ્‍પના કરવી પણ મુશ્‍કેલ છે.

એકપણ ક્ષેત્ર એવું નથી કે જયાં ભ્રષ્‍ટાચાર ન હોય- ઢાંકપીછોડો ન હોય આ માટે સોૈ-પ્રથમ શિક્ષણક્ષેત્રે હરણફાળ ભરી છે. હમણાં છેલ્લે- શિક્ષકનું જે કોંભાડ બહાર આવ્‍યું છે- ગુજરાતમાં ૧૫૦થી૨૦૦ શિક્ષકો વગર રજાએ (ગેરહાજર) એમાંથી ઘણા લોકો વિદેશમાં જઇને નોકરી કરે છે. આ પહેલાં પેપરકાંડ તથા ડમી પરીક્ષા, નીટની પરિક્ષામાં પાંચ વર્ષથી કરોડો રૂપિયા લઇને ડમી યુનિર્વસિટીના સર્ટીફીકેટ લઇને નોકરી મેળવી લે છે. શાળાનું શિક્ષણ નીચુ જતું જાય છે. શાળામાં શિક્ષકની સંખ્‍યા ઓછી છે અથવા તો છેલ્લા થોડા સમયથી સરકાર કરકસરનાં બહાના કરે છે. બધા ડીપાર્ટમેન્‍ટોમાં જગ્‍યાની ભરતી નથી. શિક્ષણમાં પણ આજ શાળાનાં ઓરડાઓ છે. હમણાં વરસાદી માહોલમાં બાળકો ફસાણા દિવાલો તુટી, પોપડા પડયા અને તેમ છતાં રાજયનાં પ્રવકતા મંત્રી ટી.વી.નાં સમાચારમાં કહે છે કે, આવુ તો થોડુ ચાલે, આથી વધારે શિક્ષણ ક્ષેત્રની લાચારી શું હશે? શાળાઓ પણ ડમી.

આરોગ્‍યક્ષેત્રે પણ એઇમ્‍સ બનાવવાથી લોકોનાં સ્‍વાસ્‍થય સુધરી શકે તે ભ્રમ છે. દવાખાના છે પણ ડોકટરોની જગ્‍યા ખાલી બનાવટી સર્ટીફીકેટ સાથે ડોકટરો નોકરી કરે લોકો મરે, ડોકટરોની આવડતાના (કારણ કે સાચી ડીગ્રી) નથી લોકોનાં સ્‍વાસ્‍થય માટે સરકારમાંથી મોટુ બજેટ બનાવવામાં આવે તે સામે હોસ્‍પિટલોમાંથી દર્દીઓને આપવામાં આવતી દવાઓ પગ કરી જાય તથા એકસપાયરી ડેટની દવાઓ પકડાય છે તેનું કોણ જવાબદાર? દવાખાના સળગે શ્રેયાંસ હોસ્‍પિટલની આગને અકસ્‍માત ગણીને સીટની રચના કરી અત્‍યાર સુધીમાં વડોદરા, સુરત, રાજકોટમાં આગનાં બનાવો બન્‍યા સીટની રચના કરી સંતોષ માન્‍યો એકપણ દવાખાનાઓ તથા શાળાઓનાં ગુનેગારો પકડાયા નહી. કયાંક નાના કર્મચારીઓને દંડી લેવાય જે ખરા ગુનેગારો છે એમને કંઇ થતું નથી. પછી તે હરણીબોટ કોંભાડ હોય, મોરબી બ્રિજનો સવાલ હોય, રાજકોયટના ગેમઝોનનો સવાલ હોય, આત્‍મીય યુનિર્વસિટીનો સવાલ હોય કયાંય પગલા ભરાયા નથી. અને આજે ખ્‍યાતિ હોસ્‍પીટલનાં દર્દીનાં મોતની વાત સરકારી યોજનાથી જ લોકો મરે ! રાજયમાં લોકોને સીધા સ્‍પષ્‍ટ કરતાં કેળવણી અને આરોગ્‍ય બંને ક્ષેત્રોની દયાજનક સ્‍થિતિ છે.

રાજયમાં ખોટી ડીગ્રીવાળા ડોકટરો તથા શિક્ષકો - મહેસુલ અધિકારીઓ, અધિકારીનાં રૂપમાં આવેલ અને આઇ.પી.એસ. બનાવટી ઓફીસરો, પી. એમ. ઓ. નાં એક ઓફીસર તરીકે કિરણ પટેલ જે દેશની સરહીદો સુધી જઇ આવે એટલે હમણાં જ સી. એમ. ઓ.નાં ઓફીસર તરીકે ભરત ચાવડા પકડાયો સી. એમ. ઓફીસમાંથી સેમ આજ સ્‍થિતિ તો બનાવટી ઓફીસરો આજે તો એક બનાવટી સંસદ જન્‍મયા તો કાલે સી. એમ. અને પી. એમ. પણ બની જશે તો તેનું શું કરવાનું ?

હવે સોમનાથ જીલ્લામાં ચિંતન શિબિર થવાની છે ત્‍યાં સુધી મને જવાબ મળ્‍યો નથી. એટલે આ ચિંતન શિબિરમાં થોડી અમારા જેવાની વાતની ચિંતા થાય તો કહેશો.

મંત્રીઓ - ધારાસભ્‍યોને મંદિરોમાં કે ઉત્‍સવોમાં જવાથી જો લોકોનું ભલુ થતું હોય તો પછી રાજય સરકારોની જરૂર જ નહી રહે

સહિત મંત્રીઓ નમે પછી અમારા જેવા લોકોને જવાબ કયાંથી મળે ? તેમ (હેમાબેન સૂર્યકાતભાઇ આચાર્ય), એ જણાવ્‍યું છે.(૨.૧૩)

સરકારી યોજનાઓ છે પરંતુ શાળા-દવાખાના ગેસ સિલીન્‍ડર માટે પૈસા નથી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ર૬: હેમાબેન આચાર્યએ જણાવ્‍યું હતું કે, સરકારી યોજનાઓ છે નવી ગેસ સીલીન્‍ડરો આપવાની, શાળા માટે પૈસા, દવાખાના માટે પૈસા, નળથી જળની યોજના, પૈસા નથી આવતા એવું નથી એ કયાં જાય. ભરચોમાસે બહેનોએ માટલા ફોડયા કારણ કે પાણી નથી, ગેસની વાત કરીએ તો ગેસ મૃતો નથી. ખાલી યોજનાઓ બનાવવાથી લોકોનો ઉધ્‍ધાર નથી થવાના આ બધુ થાય વિપક્ષમાં બેઠેલા લોકો આવી સામે અવાજ ઉઠાવો એમ કહીને આપણે એમને ગણકારતા નથી પણ અમારા જેવા નાગરીકોનું શું ? બીજાની ઉપર દોષનો ટોપલો નાખો તો હું એમ કહુ તમારી પાસે તો અધિકારો, કાયદાઓ પુરા છે.

ગુજરાતમાં તો ઇ.સ. ૧૯૯પ થી ભાજપની સરકાર છે તો કોના ઉપર દોષનો ટોપલો નાખશો હું અને તમે જાણીએ છીએ કે ગુજરાતમાં કાયદો વ્‍યવસ્‍થા જેવી કોઇ ચીજ રહી નથી. આખે આખી કેબીનેટ બદલાવવી પડે. નવી સરકાર બને અને એક વર્ષના અંતે બે પ્રધાનોને ઘરભેગા કરવા પડે.

હમણા હમણા નવા કાયદા બનાવવાની વાત ચાલે છે હું એમ કહુ છું આ જે કાયદા છે એમનો અમલ કરો નવા કાયદા બનાવવાની વાત લોકોને ઉલ્લુ બનાવવાની છે. કારણ કે કાયદા બનાવવા વાળી સંસ્‍થાઓ, ધારાસભા, લોકસભા તથા રાજયસભામાં એમાં ચુંટાયેલ લોકો ગુનેગારો છે. આ બધા જાણે છેકે પેલા આ ગુનેગારોની કેટલાક લોકો જેમની સાથે ગુનાહીત પ્રવૃતિ કરવાના આક્ષેપો છે એ શું કાયદા બનાવશે? કાયદો છે એનો કોઇ ઉપયોગ નથી કરતા તો નવા બનાવવાથી શું થાય? પુરૂ કરતા પહેલા આ સરકારને તા. ર૦/ર૧-પ-ર૦ર૩ના મેં એક પત્ર લખ્‍યો છે. કેવડીયાની ચિંતન શિબિર વખતે મે પાર્ટીના પ્રમુખને પણ પત્ર લખ્‍યો છે.વિગત છે બનાસકાંઠાના થરાદ તાલુકાના વાલીયા ગામે દેહ વ્‍યાપારથી ગામનો વ્‍યવહાર ચાલે તેમાંથી તે લોકોને છુટવું છે. ૬૭ બાળકો એવા છે કે તેના બાળ કોણ છે? તે ખબર નથી તે બાળકોને પારના શારદાબેન ભાટી સાચવીને બેઠી છે આવા સવાલ ઉપર પણ આજ સુધી કોઇ જવાબ નથી અને આથી વધારે લાચારી કઇ હોય?  (૪.૨૪)

ગુજરાત રાજયમાં સૌથી દુઃખદ પરિસ્‍થિતિ બહેન-દિકરીઓની

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૬ :.. પૂર્વ આરોગ્‍ય મંત્રી હેમાબેન આચાર્યએ વધુમાં જણાવ્‍યું છે કે, રાજયમાં સૌથી દુઃખદ પરિસ્‍થિતિ હોય તો બહેન-દિકરીઓની છે. નિર્ભયા કાંડ થયું, બંગાળનાં ડોકટરનો કાંડ, આ બધોના આપણાથી દુર છે. દેશભરમાં આ સામે આંદોલન ચાલે તો એમાં ગુજરાત પાછળ નથી. ભુણ હત્‍યા, દિકરીઓએ તાજી જન્‍મેલીને ઝાડા ઝાંખરામાં બિલાડા-કુતરા ચુંથી નાખે, ત્રણ થી છ વર્ષની દિકરીઓ ઘર આંગણમાં રમતી હોય ત્‍યાંથી ગુમ થાય, લૂંટાઇ જાય, બળી જાય કોઇ પુછવાવાળું નથી. શાળા - કોલેજો, નોકરીનાં સ્‍થળો, ગર્વમેન્‍ટ ઓફીસમાં પ્રાઇવેટ સંસ્‍થામાં બહેન  - દિકરીઓ લૂંટાતી આવે છે. ફરીયાદ લેવાતી નથી. મારો અંગત એક અનુભવ રાજકોટની એઇમ્‍સમાં નોકરી કરતી એક દિકરી જેને પાંચ કે સાત ગુંડાઓએ હેરાન કરી એ દિકરી એ વિરોધ કર્યો તેને મારી - કપડા ફાડયા, દિકરી દવાખાને જાય કોઇ ખ્‍યાલ નથી. કોઇ ફરીયાદ લેવાણી ન હતી. આ દિકરીની ફરીયાદ લેવા માટે મેં જુનાગઢમાંથી પ્રયત્‍ન કર્યો અને ફરીયાદ લેવી પડી પણ આગળ શું. આજની તારીખમાં કોઇને ખબર નથી. આત્‍મહત્‍યા, ખુન રોજબરોજનાં પ્રસંગો અને સરકારી આંકડામાં દિન-પ્રતિદિન દિકરીઓ સાથે વૃધ્‍ધો સાથે ખુલ્લેઆમ - બળજબરી થાય, પોલીસ કંઇ કરતી નથી.સ્ત્રી - સશકિતકરણની વાતો કરીએ છીએ ત્‍યારે વધતા આપઘાત, ખુન સલામતી નહી, આમાં તો ગુનાઓનું પ્રમાણ તથા ક્રિમીનલ રેટ વધતો જાય અરે સુરત જયાંથી રાજયનાં ગૃહમંત્રી ચૂંટાયા છે. ત્‍યાં બધું ચાલે.

(11:40 AM IST)