News of Tuesday, 26th November 2024
મેંદરડામાં નાનાભાઇનું હૃદયરોગના હુમલાથી અવસાન થતા તેમના પત્નિને સાસરે વળાવ્યા

રાજકોટ ,તા.૨૬ સોમનાથ ગ્રુપ ઓફ કંપનીઝ ના પાર્ટનર મેંદરડા ના વતની મુકેશભાઈ રમણીકભાઈ ડોબરીયા ના નાના ભાઈ પિયુષભાઈ એક વર્ષ પહેલા હાર્ટ એટેક થી અવસાન થતા પરીવાર નો માળો વેર વિખેર થઇ ગયો.!!!!
પરંતુ કુદરત ને જે ગમ્યુ તે ખરુ તેમ માની મન મનાવી નાના ભાઇ ની વિધવા વહુ ના ભવિષ્ય ની ચિંતા મુકેશભાઈ ને થતી અંતે પોતાની દિકરી માની ને પુનઃ લગ્ન કરવાનુ વિચાર્યુ...
આજ રોજ તા.૨૩/૧૧/૨૦૨૪ ના રોજ ભેસાણ તાલુકાનુ પરબ વાવડી ગામના રોહીત દેવરાજભાઈ રામાણી સાથે દિકરી કિંજલ ના આર્ય સમાજ ના સંસ્કાર થી પુનઃ લગ્ન કરાવી સમાજ મા એક આગવો દાખલો બેસાડયો છે બંને નવદંપતીને આશીર્વાદ આપી જે રીતે બાપ દીકરી ને સાસરે વળાવે તેમ કાળજે પથ્થર મૂકી પોતાના નાના ભાઈ ની વહુ ને સાસરે વળાવી..!!!
મુકેશભાઈ ડોબરીયા પરીવાર ના આ સરાહનીય હિંમત ભર્યા અને પ્રેરણાદાયક નિર્ણય બદલ અભિનંદન પાઠવ્યા છે
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
