News of Tuesday, 26th November 2024
જામકંડોરણા પંથકના પ વ્યાજખોરો સામે ગુન્હો નોંધાયો
મુળ જસાપરના હાલ કાલાવાડ રહેતા અમીત માવાણીએ ૪થી૧૦ ટકા લેખે રૂપિયા લીધા બાદ વ્યાજખોરોએ બળજબરીથી ચેક પડાવી લીધા વિજય ઘેડ રે.જશાપર, જયરાજસિંહ જાડેજા રે.પીપરડી, શકિત દરબાર, મુસ્તાક કડીવાલ રે.જામકંડોરણા તથા જયેશ રાઠોડ રે.બોરીયા સામે ફરીયાદ

રાજકોટ તા.૨૬: જામકંડોરણાના જસાપર ગામના અને હાલ કાલાવાડ રહેતા યુવાને જામકંડોરણા પંથકના પ વ્યાજખોરો સામે પોલીસમાં ફરીયાદ કરી છે.
મળતી વિગતો મુજબ અમીત બાબુભાઇ માવાણી રે.હાલ કાલાવડ બસ સ્ટેન્ડ પાસે મુળ ગામ જસાપર તા.જામકંડોરણાએ આરોપી (૧) વિજય દેવરાજભાઇ ઘેડ રે.જસાપર તા.જામકંડોરણા, (ર) જયરાજસિંહ જાડેજા રે.પીપરડી તા.જામકંડોરણા, (૩) શકિત દરબાર ભાદરાના નાકાએ આવેલ ઓફિસવાળો, (૪) મુસ્તાક કડીવાલ રે.જામકંડોરણા ધોરાજી નાકા તથા (પ) જયેશ રાઠોડ રે. બોરીયા તા.જામકંડોરણા સામે જામકંડોરણા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીને ધંધાના કામે રૂપીયાની જરૂરીયાત પડતા આરોપી નં. (૧)નાએ રૂ.૪,૦૦,૦૦૦/- માસીક ૪ ટકાના વ્યાજે આપી ફરીયાદી પાસેથી વ્યાજ રૂ.૩,૬૦,૦૦૦/- લઇ વધુ વ્યાજની માંગણી કરી, રૂ.૩૦૦/- ના સ્ટેમ્પમાં રૂ.૬,૫૦,૦૦૦/- ની નોટરી કરાવી ફરીયાદીના બેંક ઓફ બરોડાના ૪ ચેક લઈ તથા ફરીયાદીના ઘરે આવી વ્યાજની માંગણી કરી, છરી કાઢી ફરીયાદીના પીતાને ગળુ દબાવી, ફરીયાદીના પીતાના આર.ડી.સી.બેન્કના ર ચેક બળજબરીથી કઢાવી લઇ, તથા આરોપી નં.(૨) નાએ રૂ.૩૦,૦૦૦/- માસીક ૧૦ ટકા વ્યાજે આપી ફરીયાદીનો બેંક ઓફ બરોડાનો ૧ ચેક લઈ, પાંચ મહીનાનુ વ્યાજ રૂ.૧૫,૦૦૦/- લઇ તથા આરોપી નં.(૩) નાએ રૂ.૨૦,૦૦૦/- માસીક ૧૫ ટકા લેખે વ્યાજે આપી ૪ મહીનાના ૧૨,૦૦૦/- વ્યાજ લઇ, બાકીના વ્યાજની માંગણી કરી ફરીયાદીને બે ઝાપટ મારી તથા આરોપી નં.(૪)નાએ રૂ.૨૦,૦૦૦/- માસીક ૨૦ ટકા વ્યાજે આપી ફરીયાદીના બેંક ઓફ બરોડાના ૩ કોરા ચેક લઇ સાહેદ મારફતે ૯ લાખ વ્યાજ સહીતની માંગણી કરી તથા આરોપી નં.(૫) નાએ રૂ.૧૫,૦૦૦/- માસીક ૧૦ ટકા લેખે વ્યાજે આપી ફરીયાદી પાસે બેંક ઓફ બરોડાના બે ચેક લઇ ૫ મહીનાનુ વ્યાજ રૂ.૭,૫૦૦/- લઇ તમામ આરોપીઓએ કોઇપણ જાતના નાણા ધીરધારના લાયસન્સ વગર ઉંચા વ્યાજે પૈસા આપી બળજબરીથી વ્યાજબી વસુલાત કરી હતી.
જામકંડોરણા પોલીસે ઉકત પાંચેય વ્યાજખોરો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
