News of Tuesday, 26th November 2024
અલિયાબાડા વિદ્યાલયમાં રોટરી કલબ જામનગર દ્વારા મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

જામનગર : રોટરી ક્લબ ઓફ છોટી કાશી જામનગર દ્વારા સેવાકીય અને સામાજીક પ્રવળત્તિઓ થતી હોય છે. સંસ્થાના સભ્યો દ્વારા વિવિધ વિસ્તારમાં વિવિધ સામાજીક, સેવાકીય પ્રવળત્તિઓ કરી લોકઉપયોગી થવાના પ્રયાસ થાય છે. અલિયાબાડામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયની ભુતપર્વ વિધાર્થીની મિતલબેન પટેલ જે હાલ સંસ્થાના સક્રિય સભ્ય છે. જેને પોતાની શાળાની મુલાકાત વખતે ત્યાં કાર્યરત નર્સની સાથે વાતચીત વખતે જાણ થઈ કે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળામાં વિધાર્થીઓને મેડીકલ ચેકઅપ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકાય. જેની જાણ સંસ્થા પ્રમુખ ડો. બ્રિજેશ રૂપારેલીયાને કરતાની સાથે પ્રોજેકટ ચેરમેન ડો.સ્મિતા રૂપારેલીયા દ્વારા મેગા મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શાળાના ૨૨૨ વિધાર્થીઓ લાભ લીધો હતો. મેડીકલ કેમ્પમાં જામનગરના ઇએનટી ડો.જય કોડીનારીયા, ફિઝિશિયન ડો.ચાર્મી વ્યાસ, ઓપ્ટેલમોલોજિસ્ટ ડો. અનુજા પરીખ, ડેન્ટલ ડો.પરિષી શાહ, ચામડીના નિષ્ણાંત ડો.સાગર ભીમાણી, ગાયનેક ડો. રચના જેતપરીયા, ડેન્ટલ ડો. શિવાની જાડેજાએ સેવા આપી હતી. આ મેગા મેડીકલ કેમ્પમાં ચામડીના ૭૨, ડેન્ટલ ૩૦, ઈએનટીના ૨૬, ગાયનેક ૨૧, ચિકિત્સક ૨૬, અને આંખોના ૪૭ બાળ દર્દીઓ લાભ લીધો હતો. સંસ્થાના રો.અલ્પેશ ઉપાધ્યાય, રો.અશોક દોમડીયા અને રો.ભાવેશ તન્ના સહીતના કાર્યકરોએ તબીબો સાથેનુ સંકલન કરીને તેમની સેવા ગ્રામ્ય વિદ્યાર્થીઓને મળે તે વ્યવસ્થા કરી હતી.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
