<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

જી.એસ.ટી. તથા ડાયરેકટ ટેકસના વિષયો પર જામનગર સી.એ. બ્રાન્‍ચ દ્વારા યોજાયો કાર્યક્રમ

 

જામનગર : ધ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્‍ટટન્‍ટસ ઓફ ઈન્‍ડિયા ની જામનગર બ્રાન્‍ચ દ્વારા વન ડે વર્કશોપ ઓન જી.એસ.ટી. ના સેમિનાર નું આયોજન કરવામાં આવેલ. તેમાં અમદાવાદ થી સીએ રશમીન વાજા તથા અડવોકેટ સીએ જીગર શાહ અને રાજકોટ થી સીએ અભિષેક દોશી જી. એસ. ટી. ના વિવિધ વિષય પર પોતાનું વક્‍તવ્‍ય આપેલ. તથા વન ડે વર્કશોપ ઓન ડાઇરેક્‍ટ ટેક્‍સના સેમિનારનું આયોજન કરવામાં આવેલ. તેમાં અમદાવાદથી સીએ સુનિલ માલુ રાજકોટ થી સીએ કલ્‍પેશ દોશી અને જામનગર થી સીએ દુષ્‍યંત મહર્ષિએ ડાઇરેક્‍ટ ટેક્‍સના વિવિધ વિષયો પર પોતાનું વક્‍તવ્‍ય આપેલ. આ કાર્યક્રમમાં ચેરમેન સીએ. પ્રિતેશ મહેતા, વાઇસ ચેરમેન સીએ. હરદીપસિંહ જાડેજા, સેક્રેટરી સીએ. મહમદ સફી કૂરેશી, ખજાનચી સીએ. જયદીપ રાયમંગિયા, જામનગર બ્રાન્‍ચ ઇમિડીએટ પાસ્‍ટ ચેરમેન સીએ. પ્રતિક ચાંદ્રા, પાસ્‍ટ ચેરપર્સન સીએ. દીપા ગોસ્‍વામી તથા સીએ મેમ્‍બર તથા સીએ ના વિદ્યાર્થીઓ હાજર રહેલ. તેમ જામનગર બ્રાન્‍ચ ઓફ ડબ્‍લ્‍યુ. આઈ. આર. સી. ઓફ આઈ. સી. એ. આઈ. સી.એ. મહમદ સફી કુરેશી સેક્રેટરીએ જણાવ્‍યું છે

(1:16 PM IST)