News of Tuesday, 26th November 2024
જૂનાગઢમાં કોલેજ રોડ ખાતેથી માણાવદરના વિદ્યાર્થી સહિત ૨ના બાઇકની ચોરી
છાત્ર ફિલ્મ જોવા આવ્યો'તો : વૃધ્ધ શાકભાજી લેવા જતા બાઇક ગુમાવ્યું

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૬ : જુનાગઢ શહેરમાં માણાવદર રહેતા વિદ્યાર્થી અને જૂનાગઢના વળદ્ધના બાઈકની ઉઠાંતરી કરી નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી છે.
માણાવદર ખાતે લીલાશા આશ્રમ પાછળ રહેતો ૨૧ વર્ષીય વિદ્યાર્થી દિવ્યેશ રમેશભાઈ રાઠોડ તા. ૩ નવેમ્બરના રોજ બપોરે મિત્ર ગૌતમ કાંતિલાલ લાડકાણી સાથે જૂનાગઢમાં બહાઉદીન કોલેજ પાસે આવેલ સિનેમામાં ફિલ્મ જોવા આવ્યો હતો અને સિનેમા બહાર પાર્ક કરેલું રૂપિયા ૨૫,૦૦૦ની કિંમતનું જીજે ૧૧ એમ એમ ૪૮૫૮ નંબરનું બાઈક અજાણ્યો શખ્સ ચોરીને નાસી ગયો હતો.
આવા અન્ય એક કિસ્સામાં શહેરમાં ચોબારી રોડ પર આવેલ ઇસ્કોન હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા ૫૯ વર્ષીય જેન્તીભાઈ ગોરધનભાઈ કોઠડીયા પત્ની સાથે તા. ૨૪ નવેમ્બરના રોજ સવારે બહાઉદીન કોલેજની બાજુમાં આવેલ ભાજીયાની બાગ ખાતેની રવિવારે ગુજરી બજારમાં શાકભાજી લેવા આવ્યા હતા. ત્યારે તેમણે કોલેજની સામે બેંક ઓફ બરોડા પાસે પાર્ક કરેલું રૂપિયા ૨૫,૦૦૦ની કિંમતનું જીજે ૨૭ સીકે ૮૧૫૩ નંબરનું બાઈક પણ અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો.
આમ સોમવારે એક જ દિવસમાં બે બાઈકની ઉઠાંતરીની ફરિયાદ થતાં સી ડિવિઝન પોલીસે વાહન ચોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
