News of Tuesday, 26th November 2024
લંડન જવાના વિઝા નહિ મળતા લાઠોદ્રા ગામના આધેડનો આપઘાત
બિમારીથી કંટાળી જીંજરી ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૬ : લંડન જવાના વિઝા નહીં મળતા લાઠોદ્રા ગામના આધેડએ આપઘાત કરી લેતા અને બીમારીથી કંટાળી જીંજરી ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
માળીયાહાટીના તાલુકાના લાઠોદ્રા ગામે રહેતા અમીરભાઈ હાસમભાઇ એરસીયા નામના ૫૩ વર્ષના આધેડને લંડન જવાનું હોય વિઝા મળતા ન હતા. જેના ટેન્શનના કારણે પોતે પોતાની મેળે સેલ્ફોસના ટીકડા ખાઇ જતા જુનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મળત્યુ નીપજ્યું હતું.
માળીયા પોલીસે આ બારામાં આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ઝેરી દવા પી લેતા મોત
માણાવદર તાલુકાના જીંજરી ગામે મજૂરી કામ કરતા મહારાષ્ટ્રના વતની સુભાષભાઈ તુકારામ પવાર નામના ૪૫ વર્ષના યુવાન બીમાર રહેતા અને કાય કામકાજ કરી શકતા ન હોય જેથી પોતે પોતાની મેળે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મળત્યુ થતા માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
