<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

શાપર-વેરાવળનાં મર્ડરના ગુન્‍હામાં દોઢ વર્ષથી વોન્‍ટેડ આરોપી ઝારખંડમાંથી પકડાયો

પત્‍નિનું મર્ડર કર્યા બાદ સાધુ વેશમાં અલગ-અલગ રાજયોમાં છુપાઇને રહેતો તોઃ પી.આઇ. આર.બી. રાણા તથા ટીમે દબોચી લીધો

રાજકોટ, તા. ર૬: શાપર-વેરાવળના મર્ડરનાં ગુન્‍હામાં દોઢ વર્ષથી વોન્‍ટેડ આરોપીને શાપર-વેરાવળ પોલીસે ઝારખંડ રાજયમાંથી  દબોચીલીધા હતો. પકડાયેલ આરોપી પત્‍નિના મર્ડર કર્યા બાદ સાધુવેશમાં અલગ-અલગ રાજયોમાં છુપાઇને રહેતો.

મળતી વિગતો મુજબ શાપર વેરાવળ પોલીસ સ્‍ટેશનમાં મરણ જનાર લક્ષ્મી નામનીસ્ત્રી ઉ.વ. આશરે ૩૦ થી ૪૦ વર્ષ વાળી સાથે તેના પતિ તરીકે રહેતા કપુર લેખરામ રહે. સાદરાય-૨, ખરેલા જી.મહોબા ઉતરપ્રદેશ વાળાએ કોઇ કારણોસર ઝઘડો કરી તા. ૦૩/૦૮/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે કોઇ પણ રીતે ૧ માથામાં માથામાં ઈજા કરી મોત નીપજાવેલ હોય ગુન્‍હો રજી. થયેલ હતો.

ઉપરોક્‍ત ગુન્‍હાનો આરોપી ગુન્‍હો કર્યા બાદ નાશી ગયેલ હોય જેને શોધવા અલગ અલગ પાંચ રાજ્‍યમાં તપાસ કરતા મળી આવેલ ન હોય અને છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો હોય જેને પકડી પાડવા  જયપાલસિંહ રાઠૌડ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ ગ્રામ્‍ય રાજકોટ નાઓએ સુચના કરેલ હોય જેના અનુસંધાને  કે.જી.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ શાપર-વેરાવળનાં માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્‍સ. આર.બી.રાણોએ અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્‍ટેલીજન્‍સ આધારે તપાસ કરતા મજકૂર આરોપી મોબાઇલ ફોન તેમજ અન્‍ય કોઇ ટેકનીકલ ઉપકરણોનો ઉપયોગ કરતો ન હોય અને આરોપી સાધુ બની અલગ અલગ રાજયોમાં અલગ અલગ જગ્‍યાએ રખડતુ ભટકતુ જીવન જીવી ભીક્ષાવૂતી કરતો હોય અને રોજે રોજ અલગ અલગ જગ્‍યાઓ ફેરવતો હોય જેથી આરોપી ની તપાસ કરવા સારૂ અલગ અલગ ચાર ટીમ બનાવી તપાસ કરતા મજકૂર આરોપી હાલે ઝારખંડ રાજ્‍યના ડેલ્‍ટાગંજ શહેર ખાતે હોવાની હકીકત મળતા તુરત જ વર્ક આઉટ કરી આરોપીની તપાસમાં ઝારખંડ રાજ્‍ય ખાતે ટીમ મોકલી ટીમ દ્વારા  આરોપી બાબતે ઝારખંડ રાજ્‍યના ખુબ જ મોટા અને ઔધોગિક શહેર ડેલ્‍ટાગંજ ખાતે અલગ અલગ જગ્‍યાઓએ જાતેથી ખરાઇ કરી ખુબ જ ચોકકસાઇ થી તપાસ કરી આરોપીને ઝારખંડ રાજયના ડેલ્‍ટાગંજ ખાતેથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

 -પકડાયેલ આરોપીઃ

કપુર સ/ઓ લેખરાજ ઉર્ફે લેખરામ આહીરવાર જાતે-અનુ.જાતી ઉ.વ.૪૮ રહે.મુળ ખરેલા સાદરા, રહે. ડેલ્‍ટાગંજ.

-કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ

આ કામગીરી શાપર વેરાવળનાં પો.સબ ઇન્‍સ. જી.બી.જાડેજા તથા એ.એસ.આઇ. વિરભદ્રસિંહ વાઘેલા પો.હેડ કોન્‍સ. તુષારસિંહ જાડેજા, જયદીપસિંહ વાઘેલા, ક્રિપાલસિંહ રાણા, મહેન્‍દ્રભાઇ ધાધલ,  ખીમજીભાઇ હુણ, મયુરસિંહ જાડેજા,  ઉપેન્‍દ્રસિંહ ગોહિલ, પોલીસ કોન્‍સ. લગધીરસિંહ જાડેજા, અલ્‍પેશભાઇ ડામસીયા, પીયુષભાઇ અઘેરા, નીલેશભાઇ ડાભી, ડ્રા.પો.કોન્‍સ મહીપતસિંહ જાડેજા જોડાયા હતા.

(1:47 PM IST)