<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં વીજ દરોડા : ઇલેકટ્રીક ભઠ્ઠી - હોટલ - પાણીના પ્‍લાન્‍ટ તથા રીસોર્ટમાં ડાયરેકટ વીજ ચોરી ઝડપાઇ : ૫૩ લાખના બીલો ફટકારાયા

પાંચ દિવસમાં ૫ii કરોડની વીજ ચોરી મળી : ૧૭૪૨ વીજ કનેકશનો ઝપટે :રાજકોટ - બોટાદ - ભુજ સર્કલમાં સવા ત્રણ કરોડની વીજ ચોરી ઝડપાઇ

રાજકોટ તા. ૨૬ : પીજીવીસીએલ દ્વારા સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ ક્ષેત્રમાં વીજચેકિંગ કરેલ હતું. જેમાં કુલ ૧૭૪૨ વીજ જોડાણો વિરૂધ્‍ધ કાર્યવાહી કરી રૂ. ૫.૭૪ કરોડના વીજચોરીના બિલ આપવામાં આવેલ છે. ગેરરીતીમાં ડાયરેક્‍ટ લંગર વાયરથી મીટર બાયપાસ, ટેરીફ ચેન્‍જ, લોડ વધારો, વગેરે ઝડપાયા હતા.

રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળના વિસ્‍તારમાં ૪૨૬ વીજ જોડાણો વિરૂધ્‍ધ કાર્યવાહી કરી રૂ. ૧.૬૩ કરોડના, ભુજ વર્તુળ કચેરી હેઠળના વિસ્‍તારમાં ૨૩૩ વીજ જોડાણો વિરૂધ્‍ધ કાર્યવાહી કરી રૂ. ૮૪ લાખના અને બોટાદ વર્તુળ કચેરી હેઠળના વિસ્‍તારમાં ૩૧૦ વીજ જોડાણો વિરૂધ્‍ધ કાર્યવાહી કરી  રૂ. ૮૯ લાખના વીજચોરીના બિલ આપવામાં આવેલ છે

રાજકોટ ગ્રામ્‍ય વર્તુળ કચેરી હેઠળના ખખાણા ગામમાં રાઘવભાઈ ભીખાભાઈ થોરિયા, વાણિજ્‍ય હેતુના ઈમિટેશન ઈલેક્‍ટ્રીક ભઠ્ઠીમાં ડાયરેક્‍ટ ટ્રાન્‍સફોર્મરમાં કેબલ જોડી મીટર બાયપાસ કરી વીજ વપરાશ  માલુમ પડતા રૂ. ૩૫ લાખના અને દડવા હમીરપુર ગામમાં નવઘણ પુંજાભાઈ ઓડેદરા, વાણિજ્‍ય હેતુના હોટેલ માટે ડાયરેક્‍ટ વીજવપરાશ કરતા માલુમ પડતા રૂ. ૬ લાખના વીજચોરીના બિલ ફટકારાયા હતા. તો  મોરબી વર્તુળ કચેરી હેઠળના રાણેકપર ગામમાં ગોવિંદભાઈ મૈયાભાઈ, વાણિજ્‍ય હેતુના પાણીના પ્‍લાન્‍ટમાં ડાયરેક્‍ટ વીજપોલમાં કેબલ જોડી મીટર બાયપાસ કરી વીજ વપરાશ માલુમ પડતા રૂ. ૬.૫ લાખના વીજચોરીના બિલ આપવામાં આવેલ.

ભુજ વર્તુળ કચેરી હેઠળના ગોરેવળી ગામમાં રાહુલભાઈ કરમણભાઈ, વાણિજ્‍ય હેતુના રિસોર્ટ માટે ડાયરેક્‍ટ વીજવપરાશ કરતા માલુમ પડતા રૂ. ૫.૬ લાખના વીજચોરીના બિલ આપવામાં આવેલ હતા.

(3:08 PM IST)