તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 26th November 2024
હળવદના લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં જુગાર રમતા ૧૮ ઝડપાયાઃ ભાજપ આગેવાન નિલેશ ગામી સહિત ૨ નાશી છૂટયા
૨ લાખની રોકડ રકમ જપ્ત : હળવદ પોલીસ ટીમ દ્વારા દરોડો

મોરબી - હળવદ તા. ૨૬ : હળવદના લેકવ્યુ ગેસ્ટ હાઈસમાંથી ધોડીપાસા નો જુગાર રમતા ૧૮ શકુનીઓને હળવદ પોલીસની ટીમે ઝડપી પાડયા હતા તો ભાજપ આગેવાન સહીત બે શખ્સોએ નાશી જતા શોધખોળ હાથ ધરી છે.
હળવદ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાં જુગાર રમતા ભરતભાઈ હરખાભાઇ વઢરેકિયા, અલાઉદીન મહમદભાઈ ચૌહાણ, મહેબુબ નથુભાઈ સિપાઈ, જાકુર દાઉદભાઈ ચૌહાણ, મોસીન હબીબભાઈ ચૌહાણ, ઈરફાન યુંનુશભાઈ રાઠોડ, દિવ્યેશ કિશોરભાઈ જેઠ્લોજા, વલ્લભભાઈ સુંદરજીભાઈ પટેલ,રશીદ જુમાભાઈ ચૌહાણ, ફૈયાઝ યાકુબભાઈ ભટ્ટી, શબીરભાઈ જુસકભાઈ ચૌહાણ,તોહીદ અજીતભાઈ ચૌહાણ, રજાક અકબરભાઈ ભટ્ટી, જાવીદ અબ્દુલભાઈ ચૌહાણ,ઇમરાન હનીફભાઈ ભટ્ટી, શિરાઝ સુલેમાન કૈડા, અસલમ સલીમભાઈ ચાનિયા અને સલીમ જુમાભાઈ ચૌહાણને રોકડ રકમ રૂ.૨,૦૨,૧૦૦ સાથે ઝડપી પાડ્યા હતા.
જ્યારે નીલેશભાઈ ધનજીભાઈ ગામી અને પંકજભાઈ ચમનભાઈ ગોઠી નાશી જતા શોધખોળ હાથ ધરી છે તો નીલેશભાઈ ગામી ભાજપ આગેવાન હોય અને તે તાલુકા પૂર્વ તાલુકા પંચાયતના પ્રુમખ હોય અને હાલમાં શિવપુર પંચાયતનો સદસ્ય હોવાની સુત્રોમાંથી માહિતી મળી છે
હળવદ પોલીસની આ કામગીરીમાં પી આઈ આર ટી વ્યાસ,દિનેશભાઈ બાવળીયા, મનહરભાઈ સદાદીયા, વિપુલભાઈ ભદ્રાડીયા, દેવેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, ભરતભાઈ તારબુદીયા, મનોજભાઈ પટેલ સહિતની ટીમે કરેલ છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
