<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

અમદાવાદ હાઇ-વે ઉપર ફુલગ્રામના પાટીયા પાસે ૪૬.૯૮ લાખનો ૬૯રર બોટલ દારૂ ઝડપાયો

કપડાની ગાસડીની આડમાં દારૂની હેરાફેરી આઇસર જપ્‍ત

(ફઝલ ચૌહાણ દ્વાર) વઢવાણ, તા.ર૬:   અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ઉપર ફુલગ્રામના પાટીયા સામે એપલ હોટલ પાસેથી કપડાની ગાસડીની આડમા ટ્રકમાં લઈ જવાતો ગેરકાયદેસર ઇંગ્‍લીશ દારુની બોટલ નંગ-૬૯૨૨ સાથે એક શખશ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સુરેન્‍દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે ઇંગ્‍લીશ દારુની બોટલ નંગ-૬૯૨૨, કી.રૂ. ૪૬,૯૮,૮૩૮ તથા અન્‍ય મુદામાલ મળી કૂલ કી.રૂ.૫૭,૭૦,૭૮૬ના મુદ્દામાલ સાથે એક શખશ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્‍દ્રનગર એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સ્‍પેકટર જે.જે.જાડેજા તથા પોલીસ સબ ઇન્‍સપેકટર જે.વાય.પઠાણ તથા ઇન્‍ચાર્જ પોલીસ સબ ઇન્‍સપેકટર એન.એ.રાયમાએ એલ.સી.બી. સ્‍ટાફની અલગ અલગ ટીમો બનાવી ચોકકસ હકીકત મેળવી એલ.સી.બી. ટીમને ચોકકસ બાતમી હકીકત મળેલ કે, એપલ હોટલના સામે ભારત બેન્‍ઝ કંપનીની ટ્રક રજી.નં.RJ-૧૭-GA-૬૦૭૦વાળી પડી છે. જેમા ગેરકાયદે ભારતીય બનાવટનો ઇંગ્‍લીશ દારૂ ભરેલો છે. જે હકીકત આધારે પોલીસ ટીમે રેઇડ કરી આ ટ્રકમા કપડાની ગાસડીની આડમાથી ગેરકાયદેસર ઇંગ્‍લીશ દારુની કુલ બોટલ નંગ- ૬૯૨૨ કુલ કી.રૂ. ૪૬,૯૮,૮૩૮ તથા અન્‍ય મુદામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

(4:21 PM IST)