<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

સાંજે ગીર સોમનાથના તાલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો :3.2ની તીવ્રતા નોંધાઈ

સાંજે 6. 08 વાગે ભૂકંપનો આંચકો :ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી બે કિલોમીટર દૂર હતું

ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં સાંજે 6. 08 વાગે ભૂકંપનો(Earthquake) આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી બે કિલોમીટર દૂર હતું.

  અત્રે ઉલ્લેખનીય છે આ પૂર્વે 18 નવેમ્બર 2024ના રોજ પણ કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.કચ્છમાં રાપર, ભચાઉ, ગાંધીધામ, વાગડ સહિત અન્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા હતા.જેનું કેન્દ્ર બિંદુ કચ્છના રાપરથી લગભગ 26 કિલોમીટર દૂર હતું.

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે. જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે. 

રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.

(8:34 PM IST)