<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

સતત ત્રણ દિવસમાં કચ્‍છમાં ત્રણ દિકરીઓ સાસરિયે વળાવી ત્‍યારે સાજન માજન સોૈની આંખોમાં આંસુ વહયા

શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજના આંગણે ત્રણ દિકરીઓના રંગેચંગે લગ્ન, મહાજનનું મામેરૂ અંતર્ગત અત્‍યાર સુધીમાં ૨૭૪ દિકરીઓના લગ્ન સંપન્‍ન

 

( વિનોદ ગાલા દ્વારા) તા. ૨૭ : અત્‍યારે લગ્નસરાની મોસમ ચાલી રહી છે. ત્‍યારે મહાજન નું મોમેરૂ યોજના અંતગર્ત શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજના આંગણે સતત ત્રણ દિવસ સુધી યોજાયેલ લગ્નોત્‍સવ સાથે ત્રણ દિકરીઓને સાસરિયે વિદાય અપાઈ હતી. સંસ્‍થાનાપ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાના જણાવ્‍યાનુસાર  ત્રણ દિવસ સંસ્‍થાના પટાંગણ મધ્‍યે આવેલ શ્રી શાંતિલાલ કાનજી ગડા પાર્ટી પ્‍લોટ મધ્‍યે વૈદિક મંત્રોચ્‍ચાર સાથે સાજન માજન ની ઉપિસ્‍થિતમાં ત્રણ નવ દંપતિઓ લગ્નના પવિત્ર બંધને બંધાયા હતા. સંસ્‍થાના આંગણે પણ સતત ત્રણ દિવસ લગ્નનું આયોજન પ્રથમ વાર થયું હોઈ ત્રણ ત્રણ દિકરીઓને સાસરિયે વળાવતી વેળાએ સૌના હદય ભાવવિભોર બની ગયા હતા અને સૌની આંખે આંસુના તોરણ બંધાયા હતા.પોતાના દિવંગત પિતા અનશનવ્રતધારી, જૈન સમાજરત્‍ન  તારાચંદભાઈ જગશી છેડાએ મધ્‍યમવર્ગીય પરિવારોને પોતાની વ્‍હાલસોયી દિકરીના લગ્ન પ્રસંગમાં મદદરૂપ થવા માટે ક.વી.ઓ. જૈન મહાજન ભુજના નેજા હેઠળ શરૂ કરેલ વ્‍યક્‍તિગત લગ્ન વ્‍યવસ્‍થાની મહાજન નું મામેરૂ યોજના સંસ્‍થાએ આગળ ધપાવી હોવાનું અને અત્‍યાર સુધીમાં ૨૭૪ લગ્નો સંપન્ન થયા હોવાન છેડાએ જણાવ્‍યું હતું. આ યોજનામાં અત્‍યાર સુધી સહયોગ આપનાર સૌ દાતાશ્રીઓ નો ઋણ સ્‍વીકારકર્યો હતો.

આ લગ્ન પ્રસંગે માતળશ્રી લક્ષ્મીબેન જગશી ચાંપશી છેડા હસ્‍તે  હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવાર, સમપર્ણવાળા ભાઈચંદભાઈ સ્‍વરૂપચંદભાઈ વોરા પરિવાર,  જયોતિબેન ગીરીશભાઈ છેડા પરિવાર નેહાબેન ટોપરાણી અનેકેતનભાઈ ચોથાણી પરિવાર,  જયશ્રીબેન સુભાષભાઈ આઈયા પરિવાર,  લક્ષ્મીબેન જમનાદાસ ઠકકર (હસ્‍તે કમલેશ જવેલર્સ) પરિવાર,સ્‍વ. લીલાવંતીબેન મથુરાદાસ પુરોહિત હસ્‍તે  પ્રદિપભાઈ (છબીકલા) પરિવાર, તુલસીભાઈ જોષી(ઓધવરામ ડેવલોપર્સ - ભુજ) પરિવાર, શ્રીમતી કસ્‍તુરબેન વિશ્રામભાઈ નારાયણજી ચંદે (પ્રકાશ એજન્‍સી-ભુજ)પરિવાર,

નિલમબેન ગાંધી પરિવાર, રેખાબેન શાહ પરિવાર- ભુજ, શ્રીમતી હિનાબેન અરૂણભાઈ મહેતા પરિવાર-ભુજ, ભાવેશાબેન નિલયભાઈ મહેતા પરિવાર-ભુજ, જયાબેન માણેક પરિવાર-ભુજ, રોબિનભાઈ અલ્‍પેશભાઈ શાહ પરિવાર-માધાપર વિગેરે દાતાશ્રીઓ ધ્‍વારા કન્‍યાને વિવિધ ભેટ અર્પણ કરવામાં આવી હતી.તથા સંસ્‍થા દ્વારા ત્રણે દિકરીઓને રૂ.૧૧,૦૦૦ ના બોન્‍ડ અર્પર્ણ કરવામાં આવ્‍યા હતા.

 મહાજન ના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડા, ખજાનચી શ્રી હરેશભાઈ ગોગરી, સહમંત્રી  હિરેનભાઈ પાસડ, ટ્રસ્‍ટી ગીરીશભાઈ છેડા,  વિનોદભાઈ ગાલા, ડા. દેવચંદભાઈ ગાલા,શ્રી હિરાલાલભાઈ સૈયા,  ભુજ ક.વી.ઓ. જૈન સંધના ટ્રસ્‍ટી સુરેન્‍દ્રભાઈ સાવલા,  કિરણભાઈ કકકા, શ્રી મનીષભાઈ નાગડા, સંધના ટ્રસ્‍ટી અને બીસીસીબી બેન્‍કના ડાયરેકટર શ્રી ધીરેનભાઈ પાસડ, મહાજન નું મામેરૂ સમિતિના શ્રી સંજયભાઈ મોતા, શ્રી ભાવીનભાઈ દેઢીયા, ડીનલ ધરોડ, નીતાબેન નાગડા, સખીવળંદના પ્રમુખ શ્રી પ્રિતીબેન છેડા, કેતનાબેન નાગડા, શ્રીમતી ભક્‍તિબેન વોરા, શ્રીમતી રિમાબેન ગોગરી, યુવા પાંખના પ્રમુખ ઈશાન મોતા, શ્રીચિરાગ ધનાણી, દાતા પરિવારના  રોબિનભાઈ શાહ, શ્રીમતી સોનુબેન દર્શનભાઈ ઠકકર (કમલેશ જર્વેલ્‍સ) વિગેરેએ  નવદંપતિઓને શુભકામનાઓ પાઠવી અને ભેટ સોગાદ અર્પણ કરી હતી.

આ શુભ પ્રસંગે સંસ્‍થાના જનરલ મેનેજર અંકિત ગાલા અને કર્મચારીઓએ સમગ્ર વ્‍યવસ્‍થા સંભાળી હતી.સંચાલન અને આભારવિધી સંસ્‍થાના સહમંત્રી  હિરેનભાઈ પાસડે કરી હતી.વિધી વિધાન શ્રી તુષારભાઈ ભટ્ટે કરાવી હતી. ભાવતા ભોજન  ભરતસિંહ સોનેગરાએ જમાડયા હતા.

(10:51 AM IST)