<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

કુવાડવાના ખીજડીયા ગામમાં કચરો સળગાવી પોતે પણ સળગ્‍યાઃ રમેશભાઇ સોલંકીનું મોત

માનસિક બિમારીથી કંટાળીને પગલુ ભયુ : રાજકોટમાં સારવારમાં મોત

રાજકોટ તા. ૨૭: કુવાડવાના ખીજડીયા ગામે રહેતાં રમેશભાઇ ટપુભાઇ સોલંકી (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢે ગઇકાલે બપોરે ઘરની પાછળના ભાગે જઇ કચરાનો ઢગલો કરી સળગાવતાં અને બાદમાં પોતાના કપડાને પણ આ કચરાથી સળગાવતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

રમેશભાઇ સોલંકી બે બહેન અને પાંચ ભાઇમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતે અગાઉ સુથારી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. પરંતુ હાલમાં માનસિક બિમારી લાગુ પડી હોઇ કામ કરતાં નહોતાં. કચરો ભેગો કરી સળગાવ્‍યા બાદ પોતાના કપડાને પણ આગ લગાડી હતી અને દાઝી ગયા હતાં. સારવારમાં મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જયેન્‍દ્રસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

(11:01 AM IST)