<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

ઉમરાળાના ચોગઠનો ડ્રાઇવર ઝડપાતા ૭ ઘરફોડી કબૂલી

જુનાગઢ પોલીસે બાતમી ઉપરથી મુકેશ સોલંકીને ઝડપી લેતા અનેક ગુન્‍હાનો ભેદ ખૂલ્‍યોઃ લોધિકા-આટકોટ-વેરાવળ-ઉના-ધોરાજી-ગોંડલ-ભાવનગર-ભેંસાણ પંથકની ચોરીઓ કબૂલીઃ સાગ્રિતોની શોધખોળ

જુનાગઢ તા. ર૭ : જૂનાગઢ બસ સ્‍ટેશન પાસે આવેલ સોસાયટીઓમાં બંધ મકાનોની રેકી કરે છે જે ઇસમે શરીરે બ્‍લ્‍યુ, સફેદ, ખાખી તથા ગ્રે કલ૨ની ચેકસ વાળો શર્ટ તથા બ્‍લ્‍યુ કલરનું પેન્‍ટ પહેરેલ છે અને મજકુર ઇસમ હાલમાં ભેંસાણ  કલમ ૩૦૫, ૩૩૧(૩) મુજબનો ગુન્‍હો કરીયા ગામે થયેલ ૪ ચોરીમાં સંડોવાયેલ છે. તેવી  હકિકત મળતા   બસ સ્‍ટેશનની પાછળ આવેલ નહેરૂ પાર્ક સોસાયટીમાંથી હકિકત વાળો ઇસમ મળી આવતા જેને રાઉન્‍ડ અપ કરી  ઇતીહાસ ચેક ક૨તા ૨૧ ગુન્‍હાઓ નોંધાયેલ હોય જેથી ક્રાઈમ બ્રાન્‍ચ ઓફિસએ લાવી  પુછપરછ કરતા આશરે બાર થી તેર દિવસ પહેલા પોતે તથા રણજીત ઉર્ફે બોડિયો રામજીભાઈ પરમાર રહે. પાલીતાણા વાળાએ ભેસાણ તાલુકાના કરીયા ગામે  ચોરી કરેલાની હકિકત જણાવતા તેમજ ટેકનીકલ સર્વેલન્‍સ તથા બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે સમર્થન મળતા અટક કરી હતી.

જેમાં આશરે પંદરેક દિવસ પહેલા  આ આરોપી મુકેશ ઉર્ફે ભોપલો   રમેશભાઈ દેવજીભાઈ સોલંકીએ  ભરત ઉર્ફે પથુ મનુભાઈ વાઘેલા તથા સંજય હરેશભાઈ પ૨મા૨ તથા ભયલુ મનુભાઈ વાઘેલા ચારેયએ લીધીકાના થોરડી ગામે એક બંધ મકાનમાંથી સોના, ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરેલ હતી. એકાદ મહિના પહેલા મુકેશ ઉર્ફે ભોપલો એસ/ઓ રમેશભાઈ દેવજીભાઈ સોલંકી તથા ભરત તથા ભયલુ ત્રણેયએ મળી આટકોટ પાસેના સાંણથલી બાજુમાં વેરાવળ ગામે એક બંધ મકાનમાંથી રોકડા રૂપિયાની ચોરી કરેલ હતી.

છ એક મહિના પહેલા મુકેશ ઉર્ફે ભોપલો એસ/ઓ રમેશભાઈ દેવજીભાઈ સોલંકી તથા ભરત તથા ભયલુ ત્રણેયએ મળી ધોરાજી પાસે મોટી પરબડી ગામે એક બંધ મકાનમાંથી સોના, ચાંદીના દાગી તથા રોકડા રૂપિયાની ચોરી કરેલ હતી.

 છ સાત મહિના પહેલા મુકેશ ઉર્ફે ભોપલો એસ/ઓ રમેશભાઈ દેવજીભાઈ સોલંકી તથા ભરત તથા ભયલુ ત્રણેયએ મળી ગોંડલ પાસે વેજા ગામ એક બંધ મકાનમાંથી સોના, ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરેલ હતી.

ત્રણેક મહિના પહેલા મુકેશ ઉર્ફે ભોપલો એસ/ઓ રમેશભાઈ દેવજીભાઈ સોલંકી તથા ભરત તથા ભયલુ ત્રણેયએ બોટાદના લાખયાણી ગામે એક બંધ મકાનમાંથી રોકડા રૂપિયાની ચોરી રહેલ હતી.

પાંચેક મહિના પહેલા મુકેશ ઉર્ફે ભોપલો એસ/ઓ રમેશભાઈ દેવજીભાઈ સોલંકી તથા નરેશ વશરામ તથા રમેશ વશરામ રહે.બંને અધેવાડા ભાવનગર તથા રમેશ પોપટ રહે. આખલોલ જકાતનાકા ભાવનગર મળી ભાવનગર નારી ચોકડી એક મીલની બહારથી ખુલ્લી જગ્‍યામાંથી લોખંડના ચાર એન્‍ગલની ચોરી કરેલ હતી.

 ઉના ટાઉનમાં દિવસ દરમ્‍યાન બંધ મકાનમાં ચોરી કરવાની કોશીષ કરેલ પરંતું મકાનમાંથી કાંઈ મળેલ ન હતુ.

 (૧) મુકેશ ઉર્ફે ભોપલો સોલંકી ઉ.વ.૩૮ ધંધો.ડ્રાઇવીંગ રહે. ચોગઢ ગામ ડુંગર પ્‍લોટ તા.ઉમરાળા રહે છે.

કાઈમ બ્રાન્‍ચના પો.ઇન્‍સ. જે.જે.પટેલ તથા પો.સ.ઈ. ડી.કે.ઝાલા તથા પો.વા.સ.ઈ.  ડી.એમ.જલુ તથા એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા તથા પો.હેડ કોન્‍સ. સાહીલભાઈ સમા, જયદિપભાઈ કનેરીયા તથા પો.કોન્‍સ. ભરતભાઈ સોલંકી વિ. પો.સ્‍ટાફે સાથે રહી આ કામગીરી કરેલ.

(11:02 AM IST)