<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

સાયલામાં હોમગાર્ડ જવાન જીવણભાઇ મકવાણાનો એસિડ પી આપઘાત

ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું: માનસિક અસ્‍વસ્‍થ રહેતાં હોઇ પગલું

રાજકોટ તા. ૨૭: સુરેન્‍દ્રનગરના સાયલા ગામે વણકરવાસમાં રહેતાં જીવણભાઇ મગનભાઇ મકવાણા (ઉ.વ.૪૦) નામના હોમગાર્ડ જવાને એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

સાયલા રહેતાં જીવણભાઇ મકવાણાએ ગઇકાલે બપોરે ત્રણેક વાગ્‍યે ઘરે એસિડ પી લેતાં સાયલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. અહિ આજે સવારે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, જયેન્‍દ્રસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે સાયલા પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર જીવણભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પોતે હોમગાર્ડ તરીકે નોકરી કરતાં હતાં. પણ કેટલાક સમયથી માનસિક બિમારી લાગુ પડી હોઇ નોકરીએ જતા નહોતાં. આ બિમારીથી કંટાળી આપઘાત કરી લીધાનું પરિવારજનોએ કહ્યું હતું.

(11:02 AM IST)