તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Wednesday, 27th November 2024
અલંગમાં દબાણ હટાવ અભિયાનઃ બે દિવસમાં ૨૬૪ હેકટર પૈકી ૨૯ હેકટર જગ્યા પરના દબાણો હટાવાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૭: અલંગમાં દબાણો હટાવવા માટે જિલ્લા લેન્ડ કચેરી દ્વારા ત્વરીત માપણી થઇ. નોટિસો આપવા માટે તલાટીઓની જે રીતે ફૌજ ઉતારવામાં આવી તે જોતા ગુજરાતનું મોટું કહી શકાય તેવું દબાણ હટાવ કામગીરી અહીં થશે અને તે પણ જરૂરી સર સામાન સાથે તંત્ર તૂટી પડશે. તેવું માનવામાં આવતું હતું.
પરંતુ સત્તાવાર સાધનો તરફથી ગઈકાલ અને આજે દબાણ હટાવ કામગીરી અને જે જે સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે જોતા બે દિવસ દરમિયાન માત્ર ૨૯ હેકટર જગ્યા ખુલ્લી થઈ છે. મામલતદાર જાનીએ જણાવ્યું હતુ કે આજે ૧૭ હેકટર જેટલી જમીન ખુલ્લી કરી છે. આમ ૨૬૪ હેકટર માંથી ૨૯ હેકટર જમીન જે કરોડો રૂપિયાની માનવામાં આવેછે તે ખુલ્લી કરવામાં આવી છે.
મસમોટા કાફલા સાથે દબાણ હટાવ કામગીરી થશે તેવી માન્યતા વચ્ચે માત્ર ૧ હિટાચી, ૭ જેસીબી, ૯ ટ્રેકટર કામે લગાવવામાં આવ્યા છે. જોકે અમુક દબાણકર્તાએ આજે પણ પોતાના ખર્ચે મશીનરી બોલાવી જાતે દબાણ દૂર કર્યા હતા.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
