<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

લાલપુરના સણોસરા ગામે પેટના દુઃખાવાથી કંટાળી જઇ યુવતિએ કૂવો પૂર્યો : જામનગરમાં દરગાહ બનાવી પ્‍લોટનો કબ્‍જો જમાવ્‍યો

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૭: સણોસરા ગામે રહેતા પીઠાભાઈ ખીમાભાઈ ગાગલીયા, ઉ.વ.ર૮ વાળા એ લાલપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, માઘીબેન ડોટર ઓફ ખીમાભાઈ ગાગલીયા, ઉ.વ.ર૪ વાળા ને આશરે દસેક દિવસથી  માથા તથા પેટનો દુઃખાવો થતો હોય અને તેની સારવાર પણ ચાલુ હોય તેમ છતા દુઃખાવો મટતો ન હોય જેથી ગુમસુમ રહેતા હોય અને પોતાની વાડીમાં આવેલ કુવામાં પડી આપઘાત કરેલ છે.

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં મહાવીરસિંહ નટુભા જાડેજા, ઉ.વ.પર, રે. સરૂસેકશન રોડ, સરદાર પટેલ સોસાયટી-ર, રાજપુત સમાજ વાડીની આગળ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, સને ર૦૧૬ થી આજદીન સુધી  બેડી બંદર રોડ પર આવેલ પટેલ કોલોનીમાં સર્વે નં.૩૯/જી/પના પ્‍લોટ નં.બી/૩ ના પેટા પ્‍લોટ નં.૩૯/ર પૈકી વાળી ખુલ્લી જમીન ખુલ્લો પ્‍લોટ, જેના કુલ ચો.મી.૭૯.૪૧ થાય છે જેના સીટી સર્વે નં.રર૩૦ વાળી મિલ્‍કતનો વેચાણ દસ્‍તાવેજ અવેજ રૂ.૭,૦૦,૦૦૦/- માં જામનગર સબ રજીસ્‍ટ્રર કચેરીના દસ્‍તાવેજ નં.ર૦૯૪ તા.પ-પ-ર૦૧પ થી અશોકભાઈ હરીદાસ જોષી પાસેથી ખરીદેલ હતી જે ખુલ્લા પ્‍લોટમાં આરોપી રોશનબેન અલીભાઈ સફીયા એ કબર બનાવી જે કબર પર પતરા ચડાવી સાઈડમાં પડદા બાંધી ઝુંપડી જેવુ બનાવી વર્ષોથી ગેરકાયદેસર અને અનધિકૃત રીતે ફરીયાદી મહાવીરસિંહની મિલ્‍કતનોકબ્‍જા કરી ધાર્મીક દબાણ કરી જમીન પચાવી પાડવા કબ્‍જે રાખી ભોગવટો કરી ગુનો કરેલ છે.

મોટરસાયકલ પરત લેવા ગયેલ મહિલાને તેના જેઠે મારમાર્યાની રાવ

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં અનીશાબા ડો/ઓ. ભરતસિંહ રાઠોડ, ઉ.વ.ર૪, રે. નાનકપુરી બી.એન.એસ.એલ. નો ઢાળીયો ઉતરતા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬-૧૧-ર૦ર૪ નાનકપુરી ન્‍યુ જેલ રોડ, કુંવરબાઈ ધર્મશાળા પાસે ફરીયાદી અનીશાબાનું એકસેસ મોટર સાયકલ તેના આરોપી જેઠ રાહુલ પ્રહ્લાદભાઈ ખેપટવાલા પાસે હોય જે એકસેસ મોટરસાયકલ ફરીયાદી અનીશાબા માંગતા આરોપી રાહુલ પ્રહ્લાદભાઈ ખેપટવાલા, સંજુબાબા એ ઉશકેરાઈ જઈ ફરીયાદી અનીશાબા તથા તેના ભાઈ જયપાલસિંહ તથા તેના પિતા ભરતસિંહ સાથે બોલાચાલી કરી ઝગડો કરવા લાગેલ અને ફરીયાદી અનીશાબા ને આરોપી સંજુબાબા એ છરી વડે નાકના ભાગે છરકાની ઈજા કરી તમામ આરોપીએ ફરીયાદી અનીશાબા ને પેટના ભાગે ઢીકાપાટુનો માર મારવા લાગેલ તેમજ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

વૃઘ્‍ધને જાનથી મારી નાખવાની ધમકી

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હાજીરઝાકભાઈ નુરમામદભાઈ ચૌહાણ, ઉ.વ.૭પ, રે. પટણીવાડ, હનુમાનની ડેરીની સામે વાળા એ ફરીયાદ નોંધાોવી છે કે તા.ર૪-૧૧-ર૦ર૪ના ફરીયાદી હાજીરઝાકભાઈ પોતાના ઘરની બહાર નીકળતા હતા ત્‍યારે આરોપીઓ અકીલ અસગર શેખ, મહમદઅખતર પંજા, ઈસ્‍માઈલ ખાટકી, સદામ અસગર શેખ અગાઉની જુની થયેલ માથાકુટનો ખાર રાખી પોતાના હાથમા ધોકા-પાઈપ લઈ ત્‍યાં આવેલ જેમા આરોપી અકીલ અસગર શેખના હાથમાં લોખંડનો પાઈપ તથા આરોપી મહમદઅખતર પંજા શેખ ના હાથમાં લોખંડનો પાઈપ આરોપી ઈસ્‍માઈલ ખટકી શેખના હાથમાં લોખંડનો પાઈપ તથા આરોપી સદામ અસગર શેખ સહિતના આરોપીઓએ ફરીયાદી હાજીરઝાકભાઈની જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપેલ.

જુની અદાવતનો ખાર રાખી ધમકી

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કેતનભાઈ કેશુભાઈ વસરા, ઉ.વ.ર૭, રે. ગોકુલનગર, રમેશ હાર્ડવેરવાળી શેરીમાં હરસીઘ્‍ધી ચોકવાળા ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી કેતનભાઈ લાલબંગલો નવી કોર્ટ માં કોર્ટ મુદતે ગયેલ હોય અને ત્‍યાંથી નવી કોર્ટ બિલ્‍ડીંગમાં નીચે આવતા ત્‍યાં આરોપી હાજી હમીર ખફી સામે અગાઉ જુની માથાકુટ થયેલ હોય જે માથાકુટનો ખાર રાખી ત્‍યાં કોર્ટ બિલ્‍ડીંગ નીચે ઉભેલ હોય અને ફરીયાદી કેતનભાઈ ત્‍યાંથી બહાર જતા ફરીયાદી કેતનભાઈ પાછળ પાછળ આરોપીઓ હાજી હમીર ખફી, શીવરાજસિંહ ઉર્ફે શીવો મહેન્‍દ્રસિંહ જાડેજા, મુકતાર આદમ કમોરા, ફિરોજ જુનુસ સંઘાર આવેલ અને આરોપી હાજી હમીર ખફી એ ફરીયાદી કેતનભાઈને કહેલ કે ભાગમાં હવે તારો જ વારો છે તેમ કહી ધમકી આપેલ તેમજ આરોપીઓએ એક સંપ થઈ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

મિલ્‍કત વિરૂઘ્‍ધ ગુનો કરતો ઝડપાયો

જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. તજનીકભાઈ કિશોરભાઈ પાંભર એ ફરીયાદ નોંધાવી છે કે, ચાંદીબજાર બુગદા પાસે આરોપી રામભાઈ આલાભાઈ સોલંકી એ રાત્રીના અંધારામા લપાતો છુપાતો કોઈ મિલ્‍કત વિરૂઘ્‍ધ ગુનો કરવાની તૈયારીમાં મળી આવતા ગુનો કરેલ છે.

એસીડ પી લેતા વૃઘ્‍ધનું મોત

ઢીચડા ગામે રહેતા પાલજીભાઈ જેઠાભાઈ પીંગળ, ઉ.વ.૩પ એ બેડી મરીન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, જેઠાભાઈ કુંભાભાઈ પીંગળ, ઉ.વ.૬૭ વાળા અગમ્‍ય કારણોસર પોતાના ઘરે એસીડ પી જતા સારવાર દરમ્‍યાન મૃત્‍યુ પામેલ છે.

(12:02 PM IST)