<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

ખંભાળિયામાં ''તેરા તુજકો અર્પણ''

ખંભાળિયામાં ''તેરા તુજકો અર્પણ''

 ખંભાળીયાઃ વાર્ષિક ઇન્સપેકશનમાં આવેલા સૌરાષ્ટ્ર રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં ''તેરા તુજકો અર્પણ'' કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાયબર ફ્રોડના નાણા તથા ખોવાયેલા મોબાઇલ મળીને ૩ર લાખ રૂપિયાની મત્તા મુળ માલિકને અર્પણ કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા જુદા જુદા બનાવોમાં ખોવાયેલા ૩૬ મોબાઇલ કિંમત રૂ. ૬,૩૭૯૧૬ તથા સાયબર ફ્રોડના બનેલા કુલ ૪૦ બનાવોમાં ફ્રોડ થતાં લોકોના ચાલી ગયેલા નાણા રપ,ર૩,૩૦પ ની રકમ પરત અપાવીને ખુબજ નોંધપાત્ર કામગીરી કરી હતી જે પ્રસંશનીય રહી હતી.

(1:28 PM IST)