<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

ગીરના સુત્રાપાડાના અને કચ્છમાં ફરજ દરમ્યાન મૃત્યુ પામેલ મહિલા પોલીસના પરિવારજનોને ૧ કરોડનો ચેક અપાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ર૭: ગત ૧૮ મે ૨૦૨૪ના કચ્છના ભચાઉના કબરાઉથી એકિટવા સ્કૂટર પરત ફરી રહેલ મહિલા એએસઆઈ વૈશાલીબેન અને તેમના પતિ હિંમત પરમારને ભચાઉ ભુજ હાઇવે ઉપર ટ્રકે હડફેટે લેતા બંનેના અરેરાટીભર્યા મોત નીપજ્યા હતા. મૃતક વૈશાલીબેન મૃત્યુના દોઢ મહિના પૂર્વે જ પશ્ચિમ કચ્છ પોલીસમાં  નખત્રાણા ખાતે એએસઆઇ તરીકે ફરજ ઉપર જોડયા હતા. તેમના મૃત્યુ બાદ તેમના પરિવારજનોને એકિસસ બેંક દ્વારા એક કરોડની રકમનો વીમાનો ચેક પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા ના હસ્તે અર્પણ કરાયો હતો. મૃતક મહિલા પોલીસ કર્મી વૈશાલીબેન સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપાડા તા.ના પ્રસ્નાાવાડા ગામના રહેવાસી હતા. જે પોલીસ કર્મીઓના ખાતા એકિસસ બેંકમાં છે એમને નોકરી દરમ્યાન મૃત્યુ થાય તો એક કરોડ રૂપિયાનો વીમા સહાય નો ચેક એકિસસ બેંક દ્વારા અપાય છે

(1:39 PM IST)