<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

ચોરીના ગુન્હામાં જુનાગઢ ક્રાઇમબ્રાંચ દ્વારા આરોપીની ર બાઇક સાથે ધરપકડ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૭: રેન્જના પોલીસ મહાનિરક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા જુનાગઢ જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન  પુરૂ પાડેલ હતું.

જેથી ભરત અરજણભાઇ ભગવાનભાઇ બારડ (ઉ.વ.૪૨) ધંધો-ખેતીકામ રહે. પૂર્વ બરડી વિસ્તાર, પોલીસ લાઇનની બાજુમાં, સુત્રાપાડા તા.સુત્રાપાડ જી.ગીર સોમનાથની ધરપકડ હિરો કંપનીનુ કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ સ્પેલન્ડર મો.સા. નં.જીજે.૧૧.સીકે.૮૧૫૩ની કિ.રૂ.૨૫,૦૦૦/-, કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ હીરો કંપનીનું સ્પેલન્ડર મો.સા. નંબર પ્લેટ વગરનું કિ.રૂ.૨૫,૦૦૦/- સાથે કરી છે.

આ કામગીરી ક્રાઇમબ્રાંચના પો.ઇન્સ. જે.જે. પટેલ, પો.સ.ઇ. ડી.કે. ઝાલા, એ.એસ.આઇ. નિકુલ પટેલ, પો.હેડકોન્સ. વનરાજસિંહ ચુડાસમા, જીતેષ મારૂ, પો.કોન્સ.ચેતનસિંહ સોલંકી, દિપકભાઇ બડવા, દિવ્યેશ ડાભી, દિપકભાઇ ચોૈહાણે કરેલ છે.

(2:22 PM IST)