<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

કુતિયાણા નવા પરાની હત્યાનો આરોપી હરિદ્વારમાંથી ઝડપાયો

 

પોરબંદર તા. ૨૭: કુતિયાણા નવાપરા માલગામની હત્યાનો નાસી ગયેલ આરોપી હાજી  મેણંદભાઇ  પરમારને પોલીસે બાતમીને આધારે હરિદ્વારથી શોધી કાઢયો હતો.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા  તથા પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી. ભગીરથસિંહ જાડેજા  તથા નાયબ પોલીસ અધિક્ષક પોરબંદરગ્રામ્ય શ્રી સુરજીત મહેડુ સાહેબ  માર્ગદર્શન હેઠળ કુતિયાણા પો.સ્ટે.ગુ.૨.નં. પાર્ટ કલમ.૧૦૩, ૧૧૭(૨),G.P.Act કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામનો આરોપી હાજા મેણંદ પરમાર રહે.માલ ગામ નવાપરા વિસ્તાર તા. કુતિયાણા વાળો ગુન્હો કરી નાશી ગયેલ હોય જે અન્વયે કુતિયાણા પો.સ્ટેના પોલીસ ઇન્સપેકટર વી.પી.પરમાર  તથા પો.સબ.ઇન્સ કે.એન.ઠાકરીયા સાહેબનાઓ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો આરોપીની તપાસમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ પીયુષ રામજીભાઇ ઓડેદરાનાઓને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, ઉપરોકત ગુન્હાના કામે પકડવાનો બાકી આરોપી હાલ હરીદ્વાર મહેર સમાજ ખાતે મળી આવ્યો હતો આરોપીને પકડવાની કામગીરી  પો. ઇન્સ. વી.પી. પરમાર, પી.સબ.ઇન્સ કે.એન. ઠાકરીયા પો. હેઙ કોન્સ. પિયૂષ રામજીભાઇ ,પો. કોન્સ. ભરત ભોજાભાઇ, અશ્વિન વેજાભાઇ, અક્ષયકુમાર, જગતસિંહ, ીવજય ખીમાણંોભાઇ, મહેશ મેરામણભાઇ, વિગેરે કુતિયાણા પો.સ્ટે. દ્વારા કરાઇ હતી.

(1:53 PM IST)