તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 27th November 2024
મોરબીના મમુદાઢી હત્યા કેસમાં સરન્ડર કરનાર ૩ આરોપીઓ ૧પ દિ'ના રીમાન્ડ ઉપર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ર૭: મોરબી બહુચર્ચિત મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્યસુત્રધાર સહિતના ત્રણ આરોપીઓ મમુદાઢી ની હત્યા કર્યા બાદ ફરાર થઇ આત્મ સમર્પણ કરતા અદાલતે તેમના ૧૫ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
૨૦૨૧ ની સાલમાં મોરબીના શનાળા બાયપાસ પાસે તા ૮ સપ્ટેમ્બર ૧૯૨૧ ના હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ તે હત્યાના ગુનામાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ આરીફ મીર અને તેની ગેંગના ૧૮ શકસ સામે ગુજસીટોક ગુનાનો ઉમેરો કરવામાં આવ્યો હતો. ગત તારીખ ૨૫ ને સોમવારે રાજકોટની ગુજસીટોક કોર્ટમાં આરીફ મીર, મકસુદભાઈ ગફુરભાઈ શમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવાએ આત્મસમર્પણ કર્યું હતુ. પોલીસે રિમાન્ડની માગણી સાથે આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેમના ૧૫ દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે આરોપીઓની પૂછપરછ આદરી છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
