News of Thursday, 28th November 2024
જામનગરમાં શુભ વિવાહ પ્રસ્તાવ અંતર્ગત ઠાકુરજીના મનોરથ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ
પૂ. ગો. શ્રીવલ્લભરાયજી મહોદયશ્રીના જન્મદિવસ પ્રસંગે માર્કંડેય પૂજા યોજાઈ : શુભ પ્રસંગ અંતર્ગત શ્રી મદનમોહન પ્રભુના વિવિધ મનોરથો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે : આજે રાત્રે રાજસ્થાની સંગીતનો કાર્યક્રમ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૮ : જામનગરમાં બિરાજમાન અખંડ ભૂમંડલાચાર્ય જગદ્ગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજીના નિધિ તેમજ પરમ ભગવદીય ગદાધરદાસજીના સેવ્ય શ્રી મદનમોહન પ્રભુની અસીમ અનુકંપા તેમજ મહાકારૂણિક શ્રી મહાપ્રભુજી એવમ શ્રી ગુસાંઈજી પરમદયાલના અનુગ્રહથી પૂ.ગો.૧૦૦૮ વ્રજભૂષણલાલજી મહારાજશ્રીના પ્રપૌત્ર, પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણિ મહાકિવ પૂ.ગો.૧૦૮ શ્રીહરિરાયજી મહારાજશ્રીના સુપૌત્ર તથા પૂ. ગો. શ્રીવલ્લભરાયજી મહોદયના જયેષ્ઠ આત્મજ ચિ. પૂ. ગો. શ્રી રસાર્દ્રરાયજીના શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગોની શરૂઆત પહેલા શુભ વિવાહ પ્રસ્તાવના ઉપલક્ષમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગઈકાલે તારીખ ૨૭/૧૧/૨૪ ને બુધવાર ના રોજ મોટી હવેલી ખાતે વધાઈ કીર્તન નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ શ્રી વલ્લભ બાવાના અવતરણ દિવસ પ્રસંગે માર્કન્ડેય પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકુરજીને વિવાહ ખેલનો મનોરથ હતો.
તેમજ આજે તારીખ ૨૮/૧૧/૨૪ ના શહેરની મધ્યમાં આવેલી કલાતીત હોટલ ખાતે રાજસ્થાની સંગીતનો કાર્યક્રમ રાત્રે 9:30 કલાકે યોજવામાં આવ્યો છે. આ શુભ પ્રસંગ અંતર્ગત શ્રી મદનમોહન પ્રભુના વિવિધ મનોરથો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું શરૂઆત થઈ ગઈ છે ત્યારે પૂજ્ય ગુરુદેવના આંગણે આવેલા શુભ વિવાહ પ્રસ્તાવ પ્રસંગે સમગ્ર વૈષ્ણવ સમાજ સેવા તથા દર્શનો પરમ આનંદ પ્રાપ્ત કરવા શુભ વિવાહ પ્રસ્તાવ સમિતિ ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.
તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો અને શુભવિવાહ પ્રસ્તાવનું લાઈવ પ્રસારણ યુ-ટયુબ ચેનલ પર motihavelijamnagar ફેસબુક પર શ્રી મોટી હવેલી જામનગર તથા ઈન્સ્ટાગ્રામ પર v.yuva.sangathan પરથી કરવામાં આવશે.
વૈષ્ણવોના ઉતારા માટે સમિતિના મો. નં. ૯૮૨૪૨ ૯૭૨૩૨ તથા ૯૪૨૮૩ ૧૫૭૫૮ ઉપર સંપર્ક કરવો.
બહારગામથી પધારેલા વૈષ્ણવો માટે ઉતારા તથા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આમંત્રિત મહેમાનો માટે તા. ૪.૧૨.૨૪ ના રાત્રે શુભવિવાહના સમયે મહાપ્રસાદ યોજાશે.
આ શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગે સૌ આમંત્રીત મહેમાનો, વૈષ્ણવોને પધારવા સમિતિના પ્રમુખ જીતુભાઈ લાલ તથા વજુભાઈ પાબારીએ અનુરોધ કર્યો છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
