<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

કચ્‍છના ભૂટકીયા ગામ પાસે છોટા હાથી અને બાઇક ટકરાતાં કાકા - ભત્રીજીના મોત

(ભુજ) કચ્‍છના રાપર તા.ના ભૂટકીયા ગામ પાસે  છોટા હાથી અને બાઇક વચ્‍ચે ટક્કર થતાં બે જણના અરેરાટીભર્યા મોત નીપજ્‍યા હતા.

બાઇક ઉપર સવાર મનજી વેલાભાઇ રબારી અને તેમની ૭ વર્ષની ભત્રીજી સતીબેન નાગજી રબારીનું કરુણ મોત નિપજ્‍યું હતું. જ્‍યારે મળતક બાઈક સવાર સાથે પાછળ બેઠેલા તેમના બહેન જીવતીબેનને ઈજા થઈ હતી.

આ અકસ્‍માતમાં છોટાહાથીના ચાલક ભીખા અમરા સોલંકી પણ ગંભીર ઇજાગ્રસ્‍ત થયા હતા. બન્ને ઇજાગ્રસ્‍તો સારવાર હેઠળ છે. પોલીસે અકસ્‍માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:53 AM IST)