<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

તળાજામાં ઘરમાંથી ૫૦ હથિયારનો જથ્‍થો મળતા ૨ ની અટકાયત

તલવાર, છરી, ધારીયા સહિતના હથિયારો જપ્‍ત : નંબર પ્‍લેટ વગરના ૭૭ વાહન ચાલકોને દંડ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮ : સાંજના ૫ વાગ્‍યે તળાજામાં શું બન્‍યું છે. પોલીસનો મોટો કાફલો ફરી રહ્યો છે. આવા સવાલો સાથે ફોન રણકતા થયા હતા. જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલાએ અસામાજિક તત્‍વોના ઘેર જઇ કોમ્‍બીંગ કરેલ. સાથે ફૂટ પેટ્રોલીંગ કરતા અનેક વાહનો સામે દંડનીય કાર્યવાહી કરી હતી. ઘરમાં તલાશી દરમિયાન તીક્ષ્ણ અને બોથડ હથિયારોનો જથ્‍થો મળી આવતા બે વ્‍યક્‍તિની અટકાયત કરી હતી.

ગુંડાઓમા ધાક બેસાડવા અને આમ જનતા મા પોલીસ પ્રત્‍યેનો વિશ્વાસ વધારવા માટે જિલ્લા પોલીસ વડા ટીમ સાથે તળાજા દોડી આવ્‍યા હતા.એ.એસ.પી અંશુલ જૈન, એલ.સી.બી પો.ઇ વાળા,એસ.ઓ.જી પો.ઇ સુનેસરા, પો.ઇ ગોર,દાઠા પો.સ.ઇ તિવારી સહિતના અધિકારીઓ, મહિલા પોલીસ સહિત પોલીસનો મોટો કાફલાની અલગ અલગ પાંચ ટીમો બનાવી હતી.

આઈ.પી.એસ.અંશુલ જૈન એ માહિતી આપતા જણાવ્‍યું હતુ કે તળાજાના હુડકો,  ઓડવાડા, પાવઠીગામ, પંચશીલ સહિતના વિસ્‍તારોમાં જ્‍યાં ભૂતકાળમા બનેલા ગુનાઇત બનાવના ઈસમો રહેતા હોય ત્‍યાં અચાનક જ ઘરે જઈ કોમ્‍બિન્‍ગ હાથ ધરવામાં આવેલ હતું.

હાજીભાઈ હુસેનભાઇ બાવનકા, રહે ખાટકીવાડ. હુસેનભાઇ અલ્લારખાભાઈ બાવનકા ગોરખી દરવાજા પાસેના ઘરમાંથી જીવલેણ હથિયારોનો મોટો જથ્‍થો મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. હથિયારો કબ્‍જે લઈ બંને ઈસમોની અટકાયત કરી હતી. હથિયારો છરી, કોયતા, તલવાર, ધાર્યા જેવી વસ્‍તુઓ મળી પચાસથી વધુ હથિયારોનો જથ્‍થો હતો.

નગરના મુખ્‍યમાર્ગો પર ફૂટ પેટ્રોલીંગ કરેલ હતું. તે સમયે નંબર પ્‍લેટ વગરના વાહનો સહિતના ટુ વહીલ, ફોર વ્‍હીલ ચેક કરવામાં આવ્‍યા હતા. જેમાં ૭૭ વાહન ચાલકો સામેં ધોરણસર ની કાર્યવાહી કરી હતી. પાવતી ફાડી ને ૨૬૨૦૦નો સ્‍થળપર દંડ વસૂલવામા આવ્‍યો હતો.

 વિભાગીય પોલીસ વડા અંશુલ જૈન એ આમ જનતા ને અપીલ કરી છેકે કયાંયપણ ગેરકાયદેસર પ્રવળતિઓ થતી હોય તે બાબતે પોલીસ ને ત્‍વરીત જાણ કરવામાં આવે.

આ રીતે સમયાંતરે કાર્યવાહી થવી જોઈએ

તળાજામાં પોલીસ અધિકારીઓ, વાહનો જોઈને ચકચાર મચી જવા પામી હતી.પોલીસ ફૂટ પેટ્રોલીંગમાં નીકળી તે સમયે આમ જનતાનો મત સાંભળવા મળ્‍યો હતોકે આ પ્રકારની કાર્યવાહી રેગ્‍યુલર થવી જોઈએ. જેથી ગુનાઇત માનસ ધરાવતા તત્‍વોમા ડર બેસે. આમ જનતાને પણ પોલીસ અધિકારી વચ્‍ચે વિશ્વસનીયતા વધુ મજબૂત બને.

પોલીસને જાણ ન કરવા બદલ FIR

તળાજા ઇન્‍ચાર્જ પો.ઇ ગોર એ જણાવ્‍યું હતુ કે તળાજા અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારમા મકાન માલિકો દ્વારા ભાડે મકાન આપેલ હોય તે બાબતે પોલીસ ને જાણ ન કરી હોય તેવા ૧૭ જેટલા મકાન માલિકો વિરૂદ્ધ જાહેરનામા ભંગ બદલ ગુન્‍હો નોંધવામાં આવેલ છે.

(11:01 AM IST)