News of Thursday, 28th November 2024
કુંકાવાવમાં યુવતિ ઉપર દુષ્કર્મ આચરનારા બે ઝડપાયાઃ બેની શોધખોળ

(ભીખુભાઇ વોરા દ્વારા) વડીયા તા. ર૮ :.. અમરેલી જિલ્લા ના વડિયા કુંકાવાવ તાલુકા ના કુંકાવાવ ખાતે એક રહેણાંક મકાન માં એક અપરાણિત એકવીસ વર્ષીય મહિલા ને સામુહિક દુષ્કર્મ કરવાનાં ઈરાદા થી કુંકાવાવ ના અનિલ વિનુભાઈ દેસાઈ એ લગ્નની લાલચ આપી ને ઘર જોવાના બહાને પ્રિતેશ રસિકભાઈ આસોદરિયા ના રહેણાંક મકાને બોલાવી અંદર થી દરવાજો બંધ કરી એક રૂમમાં આ મહિલાને બળજબરી પૂર્વક ચાર નરાધમો એ આ મહિલા પર દુષ્કર્મ આંચરીને એક નિર્દોષ મહિલા ને પીખી નાખતા વડિયા પોલીસ માં આ ભોગ બનનાર મહિલા દ્વારા વડિયા પોલીસ સ્ટેશનના કુંકાવાવ આઉટપોસ્ટ પોલીસ ચોકી ખાતે કરતા ભોગ બનનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમને લગ્નની લાલચ આપીને મકાન બતાવવાના બહાને કુંકાવાવ ના ચાર નારધમો જેમા પ્રિતેશ રસિકભાઈ આસોદરિયા, નયન રામજીભાઈ વેકરીયા,અનિલ વિનુભાઈ દેસાઈ,સોમા હરપાલભાઈ આલાણી એ વારાફરતી દુષ્કર્મ આંચરી આ સગીરાના શરીરે બળજબરી કરી ને પિંખી નાખી અમાનવીય કળત્ય કર્યું હતુ ત્યારે આ ચારેય નરાધમો વિરુદ્ધ વડિયા પોલીસ દ્વારા પીડિત મહિલા ની ફરિયાદ ના આધારે બીએનએસ. કલમ,૬૧, ૭૦(૧), ૧૧૫(૨), ૬૪(૨), ૭૬, ૭૫(૨), ૩૫૧(૩),૩ ૫૨, ૩(૫), તથા એસ્ટ્રોસીટી એક્ટ કલમ - ૩(૨) (૫), ૩(ડબલ્યુ.)(૧) મુજબ ગુનો નોંધી આ તપાસ ડિવાએસપી પી આર રાઠોડ ને સોંપવામાં આવી છે. તેમના દ્વારા એફએસએલ તપાસ નો સહારો લઇ આગળની તપાસ હાથ ધરી છે તો તેમાંથી બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જયારે અન્ય બે આરોપીઓ પોલીસ પકડ થી દૂર છે ત્યારે ડિવાએસપી રાઠોડ ના માર્ગદર્શન માં વડિયા પીએસઆઇ દવે દ્વારા અલગ અલગ ટીમો બનાવી ને તેમની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
