News of Thursday, 28th November 2024
ભાવનગર રાંદલ માતાજીના મંદિર માતળધામે લક્ષ્યચંડી મહાયજ્ઞ
આગામી ૧૧ ડિસેમ્બર થી ૧૫ ડિસેમ્બર યોજાનાર મહાયજ્ઞ ની તૈયારી

ભાવનગર તા.૨૮: અકવાડા નજીક શ્રી માતળધામ ચેરીટેબલ ટ્રસ્ટ નિર્માણધીન શ્રી રાંદલ માતાજીના મંદિર માતળધામ મંદિર ને ૧૦ વર્ષ પૂર્ણ થતા હોઈ આ નિમિતે આગામી ૧૧ ડિસેમ્બર થી ૧૫ ડિસેમ્બર દરમયાન લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઇ ને હાલ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અહીં છેલ્લા એક વર્ષ થી ગત ૧૮ જાન્યુઆરી થી દરરોજ ૪૦૦ થી ૫૦૦ ચંડી પાઠ કરવાનું આયોજન હાથ ધરાયુ હતું જેને હવે ૧ વર્ષ પૂર્ણ થતા અહીં લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધી માં ૧ લાખ થી વધારે ચંડીપાઠ પૂર્ણ થયેલ છે અને હવે ત્યારબાદ તેનું દશાંશ હોમ તારીખ ૧૧ થી ૧૫ ડીસેમબર દરમયાન યોજાશે ભાવનગરમાં ૬૨ વર્ષ બાદ લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન થઇ રહેલ હોઈ ભાવિક ભક્તજનો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે શ્રી રાંદલ માતાજી મંદિરના આંગણે આ ૫ દિવસ દરમયાન ૧૦૦૦ ચંડીપાઠ ની આહુતિ આપવામાં આવશે જેમાં ૮૦૦ ભૂદેવો અને ૧૬ યજમાનો ભાગ લેનાર છે આ મહાયજ્ઞના આચાર્યપદ સંદીપની આશ્રમના ઋષિકુમારો તેમજ વારાણસી થી આવેલા વૈદાચાર્ય સંભાળશે .આ લક્ષચંડી મહાયજ્ઞના પ્રારંભે ૧૧ મી તારીખે જાણીતા ભગવતાચાર્ય પુજયભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પધારશે તેમજ આ ૫ દિવસો દરમ્યાન વિવિધ કાર્યક્રમના સમયે અનેક મહાનુભાવો તેમજ સાધુ સંતો પણ ખાસ હાજરી આપશે .આ કાર્યક્રમમાં રસોઈયા તરીકે ઇડર થી ખાસ કારીગરો પધારશે જેમના દ્વારા લોકો માટે ભોજન તેમજ ભૂદેવો માટે ફરાળ બનાવવાની સેવા પુરી પાડવામાં આવશે. આ લક્ષચંડી મહાયજ્ઞમાં ગુરુ આશ્રમ બગદાણા સ્વયમ સેવકો સેવા આપશે. આ ધાર્મિક પ્રસંગોને લઇને હાલ પૂજ્ય ઝરણામાંના માર્ગદર્શન તળે ટ્રસ્ટીઓ તેમજ સેવકો તૈયારીઓમાં લાગી ગયા છે અહીં અગાઉ પણ અનેક મોટા ધાર્મિક કાર્યક્રમો યોજાઈ ચુકયા છે.
અહીં અગાઉ ૨૦૦૭ માં ભૂમિ પૂજન તેમજ ૨૦૧૦માં ગજ મહાયજ્ઞ ૧૦૮ કુંડી અને ૨૦૧૧ માં પૂજ્ય ભાઈ શ્રી ની ભાગવત કથા તેમજ ૨૦૧૨માં સવા કરોડ લાડુ મહા ગણેશ યાગ ,૨૦૧૪ માં પ્રાણપ્રતિસ્થા મહોત્સવ ,૨૦૨૧ માં સતચંડી મહાયજ્ઞ ,૨૦૨૨ માં મહા વિષ્ણુયાગ તેમજ બ્રહ્મસમાજ બ્રホ ચોર્યાસી અને ૨૦૨૪માં લક્ષચંડી મહાયજ્ઞ જેવા આયોજન કરવામાં આવ્યા હતા . આ તમામ ધાર્મિક કાર્યક્રમ ફક્ત ભાવિક ભક્તોની મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય તેમજ માં જગદંબાની પ્રસન્નતા તેમજ રાજીપા માટે પૂજ્ય ઝરણા માતાજી દ્વારા કરવામાં આવે છે અહીં ૫ દિવસ ચાલનારા આ ધાર્મિક કાર્યક્રમો માં ભાવિક ભક્તજનો ને દર્શન કરવા તેમજ પ્રસાદ લેવા પધારવા ટ્રસ્ટી મંડળ દ્વારા આમન્ત્રણ આપવામાં આવ્યું છે. જે કોઈ માઈ ભક્તો એ યજ્ઞમાં બેસવાની ઈચ્છા હોઈ તેમને માતળધામ મંદિરે સંપર્ક કરવા જણાવાયું છે.
આ યજ્ઞમાં ૩૪,૦૦૦ કિલો હવન કાસ્ટનો, આ યજ્ઞમાં ૨,૭૦૦ કિલો ઘી નો, આ યજ્ઞમાં ૩,૫૦૦ કિલો તલનો, આ યજ્ઞમાં ૨,૫૦૦ કિલો હવન ઔષધિ સામગ્રી નો ઉપયોગ થશે. આ યજ્ઞમાં ૨૦૦૦ વધુ ભુએવો માટે ફરાળ તેમજ ૫૦૦૦ લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
