<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

ખંભાળીયામાં ઇન્‍સ્‍પેકશન વેળા રેંજ આઇ. જી. દ્વારા પરેડ નિરીક્ષણ

દ્વારકા જિલ્લાની મુલાકાતે તથા વાર્ષિક ઇન્‍સ્‍પેકશનમાં આવેલા રેન્‍જ આઇ. જી. અશોક યાદવ દ્વારા પરેડ નિરીક્ષણ થયું પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ પર બાર જમ્‍પિંગ સ્‍ટેન્‍ડીંગ સેલ્‍યુટ સાથેના ઘોડેશ્વરી તથા ડોગ સ્‍કવોડના અનેક કાર્યક્રમો યોજાયા તેની તસ્‍વીર.

ખંભાળીયા તા. ર૮ : દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે તથા વાર્ષિક ઇન્‍સ્‍પેકશન માટે ત્રણ દિવસ આવેલા રાજકોટ વિભાગના  પોલીસ મહા નિરીક્ષક શ્રી અશોક યાદવ દ્વારા ખંભાળીયામાં ભાણવડ રોડ પર પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે વાર્ષિક ઇન્‍સ્‍પેકશન દરમ્‍યાન પરેડનું નિરીક્ષણ થયું હતું. જિલ્લા પોલીસ વડા શ્રી નિતેશકુમાર પાંડે તથા ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ  તથા સાગર રાઠોડની ઉપસ્‍થિતમાં રેંજ આઇ. જી. અશોક યાદવ દ્વારા પરેડ નિરીક્ષણ પરેડમાં ભાગ લેનાર દરેક પ્‍લાટુન સાથે ફોટોગ્રાફી કરીને તેમને પ્રોત્‍સાહિત કરાયા હતા. તો દ્વારકા જિલ્લા પોલીસ માઉન્‍ટેડ વિભાગ દ્વારા સ્‍ટેન્‍ડીંગ સેલ્‍યુટ, ટેન્‍ટ પેગીંગ, બાર જમ્‍પીંગ ઇવેન્‍દ્ર, મેડલી રીલે જેવા કાર્યક્રમો પણ યોજાયા હતાં.

ઘોડેશ્વાર પોલીસ દ્વારા ઘોડીની મદદથી થતી કામગીરી, દોડ, બાર જમ્‍પીંગ તથા ગુન્‍હા શોધક શ્વાન દ્વારા થતી કાર્યવાહી, દુર્ઘટનાના બનાવમાં તેની મદદ તથા અપરાધી ના કપડા, રૂમાલ ઉપરથી તેને શોધી કાઢવાના ડેમોન્‍ટ્રેશન પણ કરાયા હતા.

જેમાં પોલીસ કર્મચારીઓએ ખુબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. તથા પોલીસની કામગીરી પ્રશંસનીય રહી હતી. સમગ્ર દ્વારકા જિલ્લાના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્‍યામાં જોડાયા હતાં

(11:25 AM IST)