News of Thursday, 28th November 2024
જેતપુરના ૫ વ્યાજખોર સામે પોલીસમાં ફરિયાદ
વ્યાજખોરએ વિજય મકવાણાનું આઇશર અને કોરા ચેક તેમજ તેના મિત્રના ટ્રકની આર.સી બુક લઇ લીધીઃ વ્યાજ માટે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૨૮: વ્યાજના વિષચંક્રમાં ફસાયેલા યુવાને પાંચ વ્યાજખોરો સામે પોલીસમાં ફરીયાદ કરી છે.
અત્રેના ભોજાધાર વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવીંગનો ધંધો કરતા વિજયભાઇ ગીરધરભાઇ મકવાણાને તેમની માલીકીની આઇસર ગાડી હોય જેનાથી તે માર્કેટીંગ યાર્ડ ખાતેથી ખેત પેદાશો ભરી જુદી જુદી જગ્યાએ ડીલેવરી કરતા હોય સાત વર્ષ પહેલા તેની ગાડીમાં ખર્ચ કરવાનો હોય ખીરસરા ગામે રહેતા દેવેન્દ્ર ઉર્ફે દેવો વિક્રમભાઇ સરવૈયા પાસે ૧૦%ના વ્યાજે રૂા.૫૦ હજાર લીધેલ જેની રકમ વ્યાજ બાદ કરી ૩૭,૫૦૦ આપેલ તે પેટે ૧૦૦ દિવસ સુધી રૂા.૫૦૦ આપવાના થતા હોય જે રેગ્યુલર ચુકવી દીધેલ આમ અવાર-નવાર જરૂરીયાત પડતા રૂા.વ્યાજે લેતા હતા. પાંચ વર્ષ પહેલા રૂા.૨ લાખ તેમજ ૩ વર્ષ પહેલા રૂા.૨ લાખ બાદ ૬ માસ પહેલા રૂા. ૧,૦૮,૦૦૦ લીધેલ આમ કુલ મળી રૂા. પ,પ૮,૦૦૦ લીધેલ તેનું વ્યાજ નીયમિત ચુકવતો હોવા છતાં આ દેવેન્દ્રએ વિજયભાઇની આઇસરની આર. સી. બુક લઇ ટી. ટી. ઓ. ફોર્મમાં સહી કરાવી લીધેલ ઉપરાંત બેંકના કોરા ચેક લીધેલ હોય તેમ છતાં દેવેન્દ્રના ભાઇ જીગાએ વિજયભાઇને ફોનમાં ધમકી આપી આઇસર ગાડી પોતાની વાડીમાં મુકાવી દીધેલ.
ઉપરાંત વિજયભાઇ પાસે તેના મીત્ર મહેશભાઇના ટ્રકની આર. સી. બુક લઇ લીધેલ તેના વ્યાજના રૂા. ચૂકવી ન શકતા હોય તેમજ રૂપિયાની ફરી જરૂરીયાત ઉભી થતા સંજય વાળા તથા વિમલ વાળા પાસેથી કુલ રૂા. ૬,૧૦,૦૦૦ લીધેલ તેને પણ બેંકના ૩ કોરા ચેક આપેલ હતાં.
વ્યાજ આપવાનું મોડુ થતા ફોનમાં ધમકી આપેલ અને ગાડીની આર. સી. બુક લઇ ટી. ટી. ઓ. ફોર્મમાં સહી કરાવેલ.
બાદ ત્રણેક વર્ષ પહેલા ખીરસરા રોડ પર રહેતા ધીરૂભાઇ મેર પાસેથી રૂા. ૩ લાખ ત્રીસ હજાર વ્યાજે લીધેલ તમામ લોકોનું વ્યાજ ભરી ન શકતા હોય મીટીંગ કરી કહેલ કે વ્યાજની રકમ માફ કરી આપો છતાં તે માન્ય નહી રાખી વ્યાજ સહિત કુલ રૂા. ૧૦,૯૪,૬૦૦ ની ઉઘરાણી કરતા હોય વિજયભાઇએ શહેર પોલીસ આ તમામ લોકો ધમકી આપી વ્યાજ માટે હેરાન કરતા હોય તે અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે દેવેન્દ્ર ઉર્ફે દેવો વિક્રમભાઇ સરવૈયા, જીગાભાઇ બોડા, સંજયભાઇ વાળા, વિમલભાઇ વાળા, ધીરૂભાઇ મેર તમામ વિરૂધ્ધ બી. એન. એસ. નાણા ધીરધાર કલમ ૩૯,૪૦,૪ર મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
