<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

જેતપુરમાં પતિ ઉપર પત્‍ની અને તેના પ્રેમીએ છરીથી હુમલો કર્યો

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ર૮: શહેરના અમરનગર રોડ વિસ્‍તારમાં રહેતા યુવાને પોતાની કાર માટે રાખેલ ડ્રાઇવરે તેની પત્‍નિ સાથે પ્રેમ સંબંધ બાંધી યુવાનને બેફામ ગાળો આપી પ્રેમી-પ્રેમીકાએ મળી મારા મારી કરી છરી વડે હુમલો કર્યો હતો.

અત્રેના અમરનગર રોડ અભીષેકનગર રોડ પર રહેતા ફેનીશભાઇ ઝવેરભાઇ મુછડા કે જેઓ કાપડની દલાલીનું કામ કરે છે. તેમણે તેની કાર માટે અયાજ ઇસ્‍માઇલભાઇ બાલાગામી (ખોડપરા, સુભાષ ચોક) ને ડ્રાઇવર તરીકે રાખેલ આ અયાજે ફેનીસભાઇની પત્‍નિ સાથે પ્રેમ સંબંધ બંધાય જતા આ અંગેની જાણ ફેનીશભાઇને થઇ જતા પાંચેક માસ પહેલા અયાજને નોકરી માંથી કાઢી મુકેલ ગત રોજ ફેનીસભાઇએ પરિવાર સાથે દિવ ફરવા જવાનો પ્રોગ્રામ કરતા વહેલી સવારે ઉઠી તૈયાર થતા હતા ત્‍યાં તેની પત્‍નિ રીધ્‍ધીબેનનો પ્રેમી કે જે ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો તે આવી જતા ફેનીશભાઇએ કહેલ કે તારે શુ કામ છે અહિં કેમ આવ્‍યો તેથી તેની પત્‍નિ રીધ્‍ધીબેને કહેલ કે તેને મેં બોલાવ્‍યો છે તે આપણી સાથે આવશે જેથી તેઓ વચ્‍ચે બોલાચાલી થતા અયાજે ગાળો આપી કહેલ કે તમને પતાવી દઇશ તેવી ધમકી આપેલ. ઉગ્ર બોલાચાલી થતા રીધ્‍ધીબેને ફેનીસભાઇને લાત મારી દીધેલ જયારે અયાજે ઢીકા પાટુનો માર મારી પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરતા હાથમાં લાગી જતા લોહી નીકળવા લાગેલ જેથી તેને સારવાર માટે હોસ્‍પિટલે ખસેડતા શહેર પોલીસે ફેનીશભાઇની ફરીયાદ પરથી અયાજ બાલાગામી તથા રીધ્‍ધીબેન વિરૂધ્‍ધ બી.એન.એસ. ૧૧પ(ર), ૧૧૮(૧), ૩પર, ૩પ૧(ર), પ૪ મુજબ ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:37 PM IST)