<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

કેશોદના ‘અકિલા'ના પીઢ પત્રકાર સ્‍વ. કિશોરભાઈ દેવાણીની આજે પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથિ

 

કેશોદ, તા.૨૮: હજુ તો  જાણે ગઇકાલ નીજ વાત લાગી રહી છે, પરંતુ સતત  દોડતા  રહેતા સમયના ચક્ર વચ્‍ચે કેશોદ ખાતેના ‘અકીલા'ના પીઢ પત્રકાર સ્‍વ.કિશોરભાઈ   કાનજીભાઈ   દેવાણીની આ  ફાની  દુનિયામાથી અણધારી  ચીરવિદાયને એક વર્ષ વીતી ગયું, આજ  તા.૨૮ના રોજ  તેઓની પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથિ છે.

કેશોદ તાલુકાના પાડોદર મુકામે પ્રભાબેન તથા કાનજીભાઈ હરજીભાઈ દેવાણીને ત્‍યાં  તા.૧૭/૪/ ૧૯૫૬ના  રોજ  જન્‍મેલ  કિશોરભાઈ  દેવાણી   ૬૭ વર્ષની યશસ્‍વી જીવન સફર બાદ  તા.૨૮/૧૧/૨૦૨૩ના રોજ હસતા - બોલતા,  આનંદની  છોળો  માણતા માણતા અચાનક જ  અનંતની યાત્રાએ ચાલી નીકળેલ હતા.

શાંત,  સરળ,  સહજ, નિખાલશ અને લાગણીશીલ  સ્‍વભાવના  સ્‍વ. કિશોરભાઈ  દેવાણી છેલ્લા ચાર દસકાથી ‘અકીલા' સાથે જોડાયેલા હતા.  અને ‘અકીલા'ના માધ્‍યમથી  કેશોદ  વિસ્‍તારના  લોકપ્રશ્‍નોને વાચા આપી, પરિણામલક્ષી  બનાવવા   હંમેશા પ્રયત્‍નશીલ  રહેતા. તેઓ પાસે કોઈ પણ કામ  માટે આવેલ અજાણી કે જાણીતી કોઈપણ વ્‍યક્‍તિ માટે  તેઓ હંમેશા હસતા મુખે સહયોગી બની રહેતા.

સ્‍વ. કિશોરભાઈ એ  વિશ્વાસ, પ્રેમ, પ્રમાણિકતા, કર્તવ્‍ય નિષ્‍ઠા  અને તટસ્‍થતા જેવા સદગુણોને જીવન મંત્ર બનાવેલ હતો. તેઓની કાર્ય પધ્‍ધતિથી પરિચિત તેમના ચાહકો આજે પણ તેમને યાદ કરી તેઓની સાથેના સંસ્‍મરણો  તાજા કરે છે.

આજે સ્‍વ. કિશોરભાઈ દેવાણીની પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથિએ  તેમના  જીવન સંગીની  ઉષાબેન, પુત્ર હિરેનભાઇ (સુરત)  તથા  કળણાલભાઈ ( રાજકોટ),  પુત્રવધુ દેવલબેન,જ્‍યોતિબેન, પૌત્રી ધનશ્રી,  પૌત્ર  નીર,  ઓમ  તથા  લઘુબંધુ  શશીકાંતભાઈ,  ચંદ્રકાંતભાઈ, ચંપકભાઈ,  સંજયભાઈ  (કેશોદ )  અને  મોટા બહેન   કંચનબેન  કાંતિલાલ અડતીયા, પુષ્‍પાબેન  શાંતિલાલ  કારીયા  સહિત પરિવારજનો તેમજ  સગા, સંબંધી, તોહી, મિત્રો સહિત શુભચિંતકોએ  સદ્દગતને શ્રદ્ધાંજલિ અર્પેલ છે.

કેશોદનાં સ્‍વ.કિશોરભાઇ દેવાણીનાં પુત્ર કૃણાલભાઇ દેવાણી (મો.૯૮૯૮૭૦૨૧૨૨) એ યાદીમાં જણાવ્‍યુ છે

(1:41 PM IST)