<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

અમરેલી જીલ્લામાં ર અપમૃત્‍યુ

 

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૨૮: અમરેલી જીલ્લામાં અપમળત્‍યુંના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે.ત્‍યારે અમરેલી જીલ્લામાંવધુ બે અપમળત્‍યુંના બનાવો પોલિસમાં જાહેર થયા હતા.જેમાંસાવર કુંડલાના નાળમાં પરીણીતાનું ગળાફાંસો ખાઈ જતા,રાંઢીયામં વળધ્‍ધનું પડીજતા મોત નિપજયું હતું. સાવર કુંડલા તાલુકાના નાળ ગામે કિરણબેન અજયભાઈ ખંટેલા ઉ.વ.૩૦ને પતિઅજયભાઈ ગભરૂભાઈ ખંઢેલા સાથે તા. ૨૨-૧૧ નાબપોરના નજીવોઝગડો થયેલહોય.અને પોતેપિયર જતા રહેલહોય.જેથી પતિ અજય તેનેતા. ૨૫-૧૧-૨૪ ના તેડી આવતા પોતાને સારૂ નહી લાગતા તા. ૨૬-૧૧ ના વહેલી સવારે પોતાના રહેણાંક મકાને રૂમમાં છતનાઠેલ સાથે દોર ડુંબાંધી ગળાફાંસો ખાઈ જતા મોત નિપજયાનું પતિ અજયભાઈ ખંઢેલાએવંડા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.જયારેબીજા બનાવમાં મુળ રાંઢીયા ગામના હાલ અમદાવાદના કરશનભાઈ મેરામભાઈ સોલંકી ઉ.વ.૯૧ તા.૮-૧૧-૨૪ના રાંઢીયા ગામે પોતાના ઘરે લઘુશંકા કરવા ઉઠેલ હોય. અને પગથીયું ચુકી જતા નીચે પડી જતા માથાના ભાગે તેમજ ડાબા પગના જાંગના ભાગે ઈજા થતા ફેકચર થયેલ. જેમની પ્રથમ અમરેલી સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અપાવી ત્‍યાંથી અમદાવાદ એમ.જી.હોસ્‍ટિલ મણીનગર ખાતે ટ્રોમા સેન્‍ટરમાં દાખલ કરેલ જયાં સારવાર દરમ્‍યાન તા.૧૦-૧૧ ના મોત નિપજયાનું મોહનભાઈ કરશનભાઈ સોલંકીએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

 ઇજા

જાફરાબાદ રજામસ્‍જિદ દ પાસે લાઈટ હાઉસ રોડ પરતા. ૨૫-૧૧ નાસત્રિના ૧૦૮૪ ૬ ૩૦ કલાકેઈરફાનભાઈ રહેમાનભાઈ મન્‍સુરીઉ.વ. ૪૫ને ૧૫દિવસ પહેલાઅબ્‍દુલ કાદીર અફઝલભાઈ મન્‍સુરીનેઘડીયાળ વેચવા માટે મજુરી કામેલઈ ગયેલહોય. તેમજુરી કામના પૈસા ઈશ્વરભાઈએ આપી દીધેલ હોય. તેમ છતા મજુરી કામનાપૈસા આપેલનથી. તેવી ખોટી વાતકરા હોય. જેથી ઈરફાનભાઈ અબ્‍દુલ કાદરને સમજાવવા જતા સારૂ નહી લાગતા ઉશ્‍કેરઈ ઝપાઝપી કરી માથાના ભાગે ડાબી બાજુ કોઈ લોખંડની વસ્‍તુમારી સાત ટાંકા જેવી ઈજા કરી ગુનો કર્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

છેતરપીંડી

રાજકોટના ખીમાભાઈ પાંચાભાઈ ડાકી ઉ.વ.૩૯એ બાબરા તાલુકાના નાની કુંડળ ગામે મુકેશ લીંબાભાઈ ભાલિયાની માલિકીની ખેતીની જમીન રેવન્‍યુ સર્વે નં. ૩૯ પૈકી પ પૈકી ૧ ની હે.આરે.ચો.મી.૦૦-૮૦-૯૪ ની વેચાણ રાખવાનો વેચાણ સોદો રૂા. ૬,૨૩,૨૩૮ માં બાનાખત કરી ખીમાભાઈના ફુવા લીલાભાઈ અરશીભાઈ ઝોરાના નામે દસ્‍તાવેજ કરી આપવા જતા મુકેશે બાનાખત કરી આપેલ ન હોય. તેમજ રાણા નથુભાઈ બાખલકીયાને મુકેશે દસ્‍તાવેજ કરી આપીબંને આરોપીઓએ ખીમાભાઈ પાસેથી રૂા. ૬, ૨૩, ૨૩૮ મેળવી મિલાપીપણું કરી છેતરપીંડી કરવાના ઈરાદે જમીન વેચાણ આપવાની ખોટી લાલચ અને પ્રલોભન આપી વિશ્વાસઘાત કરી ગુનો કર્યાની બાબરાપોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જયારે બીજાબનાવમાં ખીમાભાઈ પાંચાભાઈ ડાકી સાથે મુકેશ લીંબાભાઈ ભાલિયાએ તેઓની માલિકીની ખેતીની જમીન રેવન્‍યુ સર્વે. ૩૯ની હે.આરે. ચો. મી. ૩-૩૩-૭૫ નીજમીન વેચાણ રાખવાનો સોદોરૂા. ૩૭,૩૯,૩૫૧નું બાનાખત કરી આપી મુકેશ લીંબાભાઈ ભાલિયાએ ખીમાભાઈને બાનાખત બનાવી આપેલ. તે સમયે મુકેશે આજમીનનું ટાઈટલ કલીયરતાત્‍કાલિક દસ્‍તાવેજ કરી આપવાના બદલે ભરતભાઈ દેવીદાન બાલીયા રહે.રાજકોટ તથા માવજી રામભાઈ મકવાણાને પણ વેચી દસ્‍તાવેજ બનાવી આપી ખીમાભાઈ પાસેથી રૂા. ૨,૫૧,૦૦૦ લઈ છેતરપીંડી કરી ગુનો કર્યાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 છરી મારી

નાની કુંકાવાવ ગામેતા.૨૫-૧૧ નાસાંજના ૭:૦૦ વાગ્‍યે મોટી કુંકાવાવના મનસુખભાઈ અમરાભાઈ દાફડા ઉ.વ.૪૦તથાનાની કુંકાવાવના રામજી મેઘજીભાઈ જાદવના ઘરે જમવાનો પ્રોગ્રામ રાખેલ હોય. અને મનસુખભાઈએ માછલીનું શાક બનાવી તેનો ટેસ્‍ટ કરવા રામજીને આપતા શાકનો ટેસ્‍ટ કરીને કહેલ કે શાક બરાબર બનાવેલ નથી. જમવાની મજા નહી આવે. તેમ કહી મનસુખભાઈ સાથે ઝઘડો કરી ગાળો બોલી ઘરમાંથી છરી કાઢી મનસુખભાઈને ગળાના ભાગે ડાબી બાજુ મારમારી ઈજા કર્યાની વડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મારમાર્યો

ગોંડલ તાલુકાના વાસાવડની હાલ અમરેલી રહેતી હિનાબેન અજયભાઈ આજગીયા ઉ.વ. ૨૮ના લગ્નની તા. ૨૮-૧-૨૩ થી તા. ૨૭-૪-૨૪ દરમ્‍યાન પતિ અજય કિશોરભાઈ, સસરા કિશોર નાનજીભાઈ, સાસુ કૈલાસબેન કિશોરભાઈ, દિયરખુશાલ કિશોરભાઈ આજગીયા રહે. વડોદરાવાળાએ વાસાવડ તથા વડોદરામાં હિનાબેનને નાની નાનીબાબતોમાં કામકાજ પ્રશ્ને અવાર નવાર મેણાટોણા મારી દુઃખ ત્રાસ આપી ઢીકાપાટું વડે મુંઢમાર મારી ધમકી આપી એક્‍બીજાએ મદદગારી કરી ગુનો કર્યાની અમરેલી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(2:16 PM IST)