News of Thursday, 28th November 2024
અમરેલી જીલ્લામાં જાહેરનામા ભંગની ૮ મકાન માલિકો સામે ફરિયાદ

અમરેલી તા. ર૮ :.. અમરેલી જીલ્લામાં પોતાના મકાનો ભાડે આપી પોલિસને જાણ નહી કરી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા ૮ મકાન માલિકો સામે પોલિસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં સાવરકુંડલા મણિનગરમાં જેબુનબેન યુનુસભાઈ ચૌહાણ, સાવરકુંડલા ખોડીયારચોક શ્રીજીનગરમાં શિવ કુમાર દુખિત ભગત પ્રશાંત, સાવર કુંડલા મફતપરા શ્રમજીવીનગરમાં મહેશનટુભાઈ હરસોરા, રાજુલા ભેરાઈ રોડનારાયણ મોલ પાછળ બજરંગ હાઈટ ફલેટમાં ભરત બાવચંદભાઈ ડોડીયા, રાજુલા ભેરાઈ રોડવનરાવન સોસાયટીમાં ભોળા લાખાભાઈ કાતરીયા, રાજુલા ગોકુળનગરમાં શાંતિલાલ હરિશંકરભાઈ જોશી, રાજુલા ગોકુળનગરમાં ગાંડાજીણાભાઈ લાખણોત્રા, બાબરાના અમરાપરા મફત પ્લોટમાં વિજય પરષોતમભાઈ કુકડીયાએ ભાડુઆત પાસેથી કોઈ આધાર પુરાવા કે ભાડા કરાર નહી કરી મકાન ભાડે આપ્યા અંગેની પોલિસમાં જાણન કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા પોલિસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
છેતરપીંડી
બાબરા તાલુકાના નાની કુંડળ ગામે અમરેલી પોલિસ હેડ કવાર્ટરમાં નોકરી કરતા શારદાબેન પ્રેમજીભાઈ તે બાબુભાઈ નથુભાઈ મકવાણાના પત્નિએ નાની કુંડળના મુકેશ લીંબાભાઈ ભાલીયાએ પોતાના માલિકી ખેતરનીજમીન નાની કુંડળ ગામની રેવન્યુ સર્વેનં. ૩૮/૨ પૈકી નીહે. આરે.ચો. મી. ૦૧-૬૧-૮૮તથા સર્વે નં. ૩૯નીહે.આરે. ચો.મી. ૩- ૨૩-૭૫ ની જમીન વેચાણ રાખવાનો વેચાણ સોદો રૂા. ૩૦,૦૦૦,૦૦ માંથયેલહોય.અને ફરિયાદીએ મુકેશને બાનાખત પેટે રૂા. ૨૨,૦૦૦,૦૦ આપેલહોય.તેવુંભરતદાન દેવીદાન બાલીયા રહે. ગાંધીગ્રામ જી. રાજકોટ, માવજી રામભાઈ મકવાણા રહે. ઈતરીયા, તા. ગઢડાવાળાઓજાણતા હોવાછતા મુકેશ સાથે મળી ઉપરોક્ત જમીનનોદસ્તાવેજ ભરતદાન દેવીદાન બાલિયા તથા માવજી રામભાઈ મક્વાણાને મુકેશે કરી આપી ત્રણેય આરોપીઓએ શારદાબેન બાબુભાઈ મકવાણા સાથે રૂા. ૨૨,૦૦૦,૦૦ ની છેતરપીંડી કર્યાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ચોરી
અમરેલી જેસીપરા સીમ વિસ્તારમાં રાજેશભાઈ રમેશભાઈ પોકળની વાડીના મકાનમાં તથા બહાર રાત્રિના સુતા હતા.તે દરમ્યાન તા.૨૫-૧૦ના રાત્રિના ૧૦થી તા.૨૬-૧૦ના વહેલી સવાર દરમ્યાન કોઈ પણ સમયે કોઈ અજાણ્યા ચોર શખ્સોએ મકાનમાં ઙ્કવેશ કરી ઓપોકંપનીનો જુના જેવો મોબાઈલ રૂા. ૪૦૦૦તથાદિકરા રવિનો રેડમી કંપનીનો રૂા. ૩૦૦૦ ની કિંમતનો મોબાઈલ તથા જમાઈ દિપકભાઈ નો વન પ્લસ મોબાઈલ રૂા.૭૦૦૦ ની કિંમતનો મળી કુલ ત્રણ મોબાઈલ રૂા. ૧૪,૦૦૦ ની કિંમતના મકાનમાં પ્રવેશ કરી ચોરી કરી
ગયાની અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
