News of Thursday, 28th November 2024
અમરેલીમાં અકસ્માત વિમામાં ઇન્સ્યુરન્સ કંપનીને ૯ ટકા વ્યાજ-૨૦ લાખ ચુકવવા આદેશ
અમરેલી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં પ્રમુખ એ.એમ. પરમારનો ચુકાદો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૨૮ : અનસુયાબેન કળષ્ણકાંતભાઈ વાઢે૨, રહે. રાજુલાના પતિ શ્રી કળષ્ણકાંતભાઈ પુનાભાઈ વાઢેર જાફરાબાદ મુકામે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને ત્યારબાદ નિવળત થયેલ. તેઓએ તેમની હયાતીમાં એસ.બી.આઇ. જનરલ ઇન્સ્યુરન્સ કો. લી. નો એસ.બી.આઇ. રાજુલા શાખા દ્રારા રૂા.૨૦ લાખ નો પર્સનલ એકસીડેન્ટનો વિમો લીધો હતો. તેઓનું તા.૧૭/૮/૨૦૨૪ ના રોજ તેમની મકાનની અગાશીમાંથી પડી જતા ઇજા થતા તેનું મળત્યુ નીપજેલ હતુ.
જેનો કલેઈમ મરનારના વારસ તરીકે તેમની પત્ની અનસુયાબેને નોંધાવતા એસ.બી.આઇ. જનરલ વિમા કકું.એ તેનું મળત્યુ હાર્ટ એટેકથી થયુ છે. અકસ્માતની ઈજાઓને કારણે થયેલ નથી તેમ જણાવી કલેઈમની રકમ આપવાની ના પાડેલી. જે અંગે અનસોયાબેને અમરેલી ગ્રાહક તકરારમાં રૂા.૨૦ લાખ મળવા કેસ કરતા અરજદાર તર્ફે એડવોકેટ એમ.જે. સૈયદે નામ. સુપ્રિમ કોર્ટ તથા અન્ય કોર્ટોના ચુકાદા ટાંકી ધારદાર દલીલો કરેલી, ગ્રાહક તકરારના પ્રમુખ એ.એમ.૫૨માર સાહેબ તથા સભ્ય એ.ડી.ગોસાઇએ ફરીયાદ મંજુર કરી એસ.બી.આઇ. જનરલ વિમા કકું. ને અકસ્માતથી મળત્યુ થયેલ હોય તેમ ઠરાવી વિમાની રકમ રૂા.૨૦ લાખ અરજીની તારીખથી ૯% ના વ્યાજ તથા ખર્ચ સાથે દિન-૩૦ માં ચુકવવા હુકમ કરેલ છે.
આ કામે અરજદાર અનસોયાબેનના વકીલ તરીકે અમરેલીનાં જાણીતા સીનીયર એડવોકેટ એમ.જે. સૈયદ રોકાયેલા હતા.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
