<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા કચરા નિકાલ માટે ૧૦ જગ્‍યાએ ગાર્બેજ પોઇન્‍ટનો પ્રારંભ

પોરબંદર તા.૨૮: પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જુદી જુદી -૧૦ જગ્‍યાએ ગાર્બેજ વલનેરબલ પોઇન્‍ટના કામનો શુભારંભ કરાયો છે.

નગરપાલિકા દ્વારા જુદી જુદી -૧૦ જગ્‍યાએ ગાર્બેજ વલનેરબલ પોઇન્‍ટના કામનો શુભારંભ કરવામાં આવ્‍યો છે. અને આ કામ માટે ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. શહેરમાં અલગ અલગ જગ્‍યાએ થનાર આ કામ રૂ. ૧૭ લાખના ખર્ચે થશે. કડીયા પ્‍લોટ વિસ્‍તારમાં ખાતમૂહુર્ત કરવામાં આવ્‍યું હતું.

નગરપાલિકાના પ્રમુખશ્રી ડો. ચેતનાબેન તિવારીના હસ્‍તે આ કામનું ખાતમૂહુર્ત કરવામાં આવ્‍યું હતું. આ તકે ઉપપ્રમુખશ્રી મનીષભાઈ શિયાળ, વોર્ડ નંબર ૪ ના સદસ્‍યશ્રી ઈલાબેન શીંગરખીયા, જયોત્‍સનાબા રાણા, પ્રશાંતભાઈ સીસોદીયા, ઈન્‍દ્રજીતસિહ રાણા ગાર્બેજ વલનેરબલ પોઇન્‍ટના પ્રારંભ સમયે ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:02 PM IST)