<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

મહિસાગર કલેકટર સામે ફરિયાદ નોંધવાની મોરબી અનુ. જાતિના આગેવાનો ની માંગ

મોરબીઃ મહીસગાર જિલ્લા કલેકટરે અનુજાતિના યુવાન સાથે અપમાનજનક રીતે વાત કરી હોવા મામલે મોરબી બી ડિવિઝન પોલીસ સમક્ષ અનુ જાતિના આગેવાનોએ રજુઆત કરી ફરીયાદ નોંધાવાની માંગ કરી હતી.

અનિલભાઇ મોહનભાઇ ચાવડાએ રજુઆતમાં જણાવ્‍યા મુજબ થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો આવેલો હતોફ જેમાં મહીસાગર કલેકટર તાલુકા સ્‍વાગત કાર્યક્રમમાં પોતાના હોદાની રૂએ હાજર હા. ત્‍યારે ત્‍યાં પોતાની રજુઆત લઇને આવેલા પરમાર વિજયકુમાર ગલાભાઇ નામના દલિત યુવાનને અભદ્રભાષા  પ્રયોગ કરીને હડધૂત કર્યો હતો. તેની સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ છે.

(2:06 PM IST)