<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

મને પુછયા વગર કેમ રેતી ભરી વાડીની બહાર નીકળ તારા પગ ભાંગી નાખવા છે કહી દીનેશભાઇને ધમકી

ગઢકા ગામ પાસે બનાવઃ આરીફ ઉર્ફે વલી અને તેના ભાઇ રજાક સામે ફરિયાદ

રાજકોટ તા. ૨૮: ગઢકા ગામ પાસે વાડીમાં મકાન બનાવવા માટે કામ માટે વાડીએ આવેલા પ્રોૈઢને મને પુછયા વગર કેમ રેતી ભરી વાડીની બહાર નીકળ તારા પગ ભાંગી નાખવા છે કહી બાજુની વાડી માલીક અને તેના ભાઇઓ ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મૂળ ગઢકા હાલ સંતકબીર રોડ જલગંગા મેઇન રોડ પર કબીર વન-૨ માં રહેતા દીનેશભાઇ ઘુસાભાઇ ઢોલરીયા (ઉ.વ. ૫૮) એ આજીડેમ પોલીસ મથકમાં આરીફ ઉર્ફે વલી અને તેનો ભાઇ રજાક સામે ફરિયાદ નોંધાવી છે. પોતે ગઢકા ગામ પાસે આવેલી વડીલો પાર્જીત જમીનમાં ખેતી કરે છે. તા. ૨૩ ના રોજ પોતે ગઢકા ગામ પાસે પોતાની વાડીએ હતા. ત્‍યાં પોતાની વાડીની બાજુમાં વોૈંકળામાંથી એક ટ્રેલર રેતી ભરી પોતાની વાડીએ મકાનનું કામ ચાલ ુહોઇ ત્‍યાં નાખી હતી. તા. ૨૫ ના રોજ સવારે પોતે વાડીએ હતા. ત્‍યારે બાજુની વાડીવાળા આરીફ ઉર્ફે વલીનો ફોન આવતા તેણે કહેલ કે તમે મને પુછયા વગર કેમ રેતી ભરી છે. રેતી પાછી નાખી જાવ તેમ કહી પોતાને ગાળો દીધી હતી થોડીવાર બાદ આરીફ પોતાની વાડીએ આવેલ અને પોતાને કહેલ કે તમે કેમ રેતી ભરી છે. તેમ કહી ઝધડો કરી વાડીની બહાર નીકળ તારા પગ ભાંગી નાખવા છે. તેમ કહી આરીફ ઉર્ફે વલી ત્‍યાંથી જતો રહ્યો હતો. બાદ સાંજે પોતે પોતાના ઘરે હતા ત્‍યારે આરીફનો ભાઇ રજાકનો ફોન આવતા તેણે કહેલ કે તે કયાં છો અમે તારી વાડીએ આવ્‍યા છીએ તુ વાડીએ આવ નહીંતર અમે ત્‍યાં આવીએ તેમ કહી ગાળો આપી રેતી પાછી નાખીજા નહીતર તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી હતી. આ અંગે પોતે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. એસ. આર ચુડાસમાએ તપાસ હાથધરી છે.

(3:43 PM IST)