<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

અમરેલીના જસવંતગઢમાં નાયબ મામલતદારના માતાની કરપીણ હત્યા

જસવંતગઢ લીમડાવાળી શેરી રાજગોર ફળિયામાં પોતાના ઘરમાં એકલા હતા ત્યારે અજાણ્યા શખ્શો હત્યા કરી ફરાર : પોલીસ ઘટના સ્થળે પહોંચી

અમરેલીના જસવંતગઢમાં નાયબ મામલતદારની માતાની કરપીણ હત્યા થયાનું જાણવા મળે છે, મહિલા ઘરમાં એકલા હતા ત્યારે અજાણ્યા શખ્શોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી હોવાનું જાણવા મળે છે

   મળતી વિગત મુજબ નાયબ મામલતદાર રાજુ તરૈયાના માતા પ્રભાબેન  પોતાના ઘરે જસવંતગઢ લીમડાવાળી શેરી રાજગોર ફળિયામાં પોતાના ઘરમાં એકલા હતા ત્યારે અજાણ્યા શખ્શો હત્યા કરી ફરાર થઇ ગયા હતા,

  હત્યાના બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે , મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના જશવંતગઢ ગામમાં લીમડાવાળી શેરી, રાજગોર ફળિયામાં રહેતા 64 વર્ષના મહિલા પ્રભાબેન તેરૈયા ઘરે એકલા હતા ત્યારે અજાણ્યા શખ્સે ઘરમાં ઘુસીને તેમની કરપીણ હત્યા કરી નાખી છે. મૃતક મહિલાના પતિ ભાનુભાઇ નિવૃત્ત શિક્ષક અને પુત્ર રાજુભાઈ તેરૈયા અમરેલી નાયબ મામલતદાર હોવાનું જાણવા મળ્યું છે.

હત્યારો રીઢો ગુન્હેગાર હોય તેમ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ચાર ઘા મારી હત્યા નિપજાવી છે. હત્યા કરી હત્યારો ફરાર થઇ ગયો છે. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

(9:15 PM IST)