News of Thursday, 28th November 2024
ધોરાજી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ વિશાળ ધર્મસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
એક માના સંતાનને તમે છીનવી એને મારી નાખો અને પછી તમે એની મોજ માણો એ સૌથી મોટામાં મોટું પાપ છે....પુજ્ય જ્ઞાન નયન સ્વામી ( વેદાંતાચાર્ય ):આપણને મહંત સ્વામી જેવા સદગુરુ મળ્યા છે ત્યારે હિન્દુ ધર્મનો સમગ્ર વિશ્વની અંદર ડંકો વાગી રહ્યો છે ત્યારે તેમના આદર્શનું પાલન કરીએ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ વિશાળ ધર્મસભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
ધોરાજી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ વિશાળ ધર્મસભામાં સાળંગપુર ખાતેથી પુજ્ય જ્ઞાન નયન સ્વામી ( વેદાંતાચાર્ય + PHD ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જુનાગઢ બીએપીએસ મંદિર ખાતેથી પરમ પૂજ્ય શ્રી કલ્યાણ મૂર્તિ સ્વામી તેમજ પૂજ્ય શ્રી સેવા મૂર્તિ સ્વામી વરદ હસ્તે અષ્ટમ પાટોત્સવ તેમજ વિશાળ ભવ્ય અન્નકૂટ દર્શન ને પણ મહા આરતી દ્વારા ખુલ્લા મુકવામાં આવ્યા હતા બાદ સત્સંગ હોલ ખાતે યોજાયેલ ધર્મ સભામાં સાળંગપુર થી ખાસ પધારેલા
પુજ્ય જ્ઞાન નયન સ્વામી ( વેદાંતાચાર્ય + PHD ) એ જણાવેલ કે આજે સમગ્ર વિશ્વની અંદર બીએપીએસ મંદિર પરમ પૂજ્ય બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ ના માધ્યમ દ્વારા અમેરિકા અબુધાબી જેવા દેશોમાં પણ હિન્દુ મંદિર નો પ્રચાર અને ધર્મનો વ્યાપ વધી રહ્યો છે છતાં પણ મહંત સ્વામીને જરા પણ રંજ નથી કે અભિમાન નથી બિલકુલ સાદાઈથી તેઓ સમગ્ર વિશ્વની અંદર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોને જીવન જીવવાનો સંદેશ આપી રહ્યા છે ત્યારે વિદેશી લોકો ધર્મને અને ખાસ કરીને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશી રહ્યા છે અને ગુરુ હરી પ્રમુખસ્વામી મહારાજ અને આપણા ગુરુ એવા મહંત સ્વામી મહારાજ ના આદર્શ જીવનના સંદેશ નું પાલન કરી રહ્યા છે ત્યારે ભારતમાં આપણે વસી રહ્યા છીએ અને ઘણા બધા લોકો ધર્મને ભૂલીને પણ માંસાહારી બન્યા છે
એક માના સંતાનને તમે છીનવી એને મારી નાખો અને પછી તમે એની મોજ માણો એ સૌથી મોટામાં મોટું પાપ છે..
એટલે જ માંસાહારનો ત્યાગ કરી ધર્મમાં જોડાસો તો તમારૂ જીવન ધન્ય બનશે કોઈનો ખરાબ કરશો તો તમારું પણ ખરાબ થશે અને કોઈનું સારું કરશો તો તમારું પણ સારું થશે તે બાબતે અને"હમારી મંદીર હૈ પહચાન " એ વિષય ઉપર માર્ગદર્શન આપ્યું હતું
આ સાથે જુનાગઢ બીએપીએસ મંદિરના પૂજ્ય કલ્યાણમૂર્તિ સ્વામી એ પણ ધર્મ સભાને સંબોધીને સૌથી વધારે વિદ્યાર્થી ભાઈ બહેનોએ સત્સંગમાં જોડાવા આહવાન કર્યું હતું
ધર્મ સભામાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ (ઓબીસી) તેમજ રાજકોટ જિલ્લાના સહ ચૂંટણી અધિકારી જે. કે. ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી કિશોરભાઈ રાઠોડ તેમજ રાજકોટ નાગરિક બેંકના નવનિયુક્ત બિનહરીફ ડિરેક્ટર લલીતભાઈ વોરા વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી પ્રફુલભાઈ જાની વગેરે મહાનુભાવો દ્વારા સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંતો દ્વારા મહાનુભાવો ને હાર પહેરાવીને સન્માનિત કર્યા હતા
આ પ્રસંગે પ્રસાદના દાતા સત્સંગી નવનીતભાઈ પનારા રણછોડભાઈ વગેરે માનવભાવનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું
પાટોત્સવ મહાપૂજા યોજાઇ હતી જેમાં મોટીસંખ્યામાં હરિભકતો એ લાભ લીધો હતો અને11 વાગ્યે મ્યુઝિક ના તાલ સાથે આરતી યોજાણી હતી
આ અન્નકૂટમાં હરિભકતો તરફથી ઠાકોરજીને ભાવથી 500 કરતા વધુ વાનગીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ હતી
આ અન્નકૂટના દર્શન સવારે 11 થી સાંજના 7 વાગ્યા સુધી ધોરાજીની ધર્મ પ્રેમી જનતા માટે ખુલ્લા રાખવામાં આવેલા ખુબજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા એ દર્શનનો લાભ લીધો હતો
BAPS ધોરાજી સ્વામિનારાયણ મંદિરે આ પાટોત્સવ અને ધર્મ સભા ને સફળ બનાવવા માટે પૂજ્ય કલ્યાનમૃતી સ્વામી અને પુજ્ય સેવાનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સત્સંગ મંડળ ના ભાઈઓ બહેનો યુવકો યુવતીઓ બાળકો બાલિકાઓ ખુબજ ઉત્સાહ થી સેવામાં જોડાયેલ હતા
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
