News of Thursday, 28th November 2024
મોરબી જીલ્લામાં વ્યાપક પાણી ચોરી, ૧૨૫ આસામીઓને ૧૨.૯૨ કરોડનો દંડ ફટકાર્યો.
મોરબી-માળિયા તાલુકાના ૧૪ ગામોમાં થતી હતી પાણી ચોરી પાણી પુરવઠા વિભાગની ટીમોએ પાણી ચોરી ઝડપી દંડ ફટકાર્યો.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી જીલ્લામાં એક તરફ બેરોકટોક પાણી ચોરી થતી હોય તો બીજી તરફ ગામડાઓમાં જરૂરી પાણીનો પુરવઠો પહોંચતો ના હતો જેને પગલે પાણી પુરવઠા વિભાગની ટીમે મોરબી અને માળિયા તાલુકાના ૧૪ ગામોમાં ઓચિંતા ચેકિંગ કરતા હોટેલ, બિલ્ડીંગ, પેટ્રોલ પંપ સહિતના ૧૨૫ આસામીઓ પાણી ચોરી કરતા ઝડપાયા હોય જેને ૧૨.૯૨ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.
જીડબલ્યુઆઈએલ દ્વારા પાઈપલાઈન મારફત મોરબી, રાજકોટ, જામનગર તેમજ દ્વારકા જીલ્લામાં પાણી પૂરું પાડવામાં આવે છે જે પાઈપલાઈનમાં મોરબી નજીક અનેક સ્થળોએ ગેરકાયદે કનેક્શન લઈને પાણી ચોરી કરવામાં આવતી હતી જેથી જામનગર અને દ્વારકા સુધી પાણી પહોંચતું ના હતું જેને પગલે પાણી પુરવઠા બોર્ડ અને જીડબલ્યુઆઈએલ દ્વારા મોરબી તાલુકાના અમરેલી, લુંટાવદર, પીપળીયા, જુના નાગડાવાસ, બરવાળા, ખેવારીયા, ધરમપુર, હજનાળી, વીરપરડા અને જેપુર તેમજ માળિયા તાલુકાના ઘાટીલા, ખાખરેચી, વેણાસર, ચાચાવદરડા, સહિતના ૧૪ ગામોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જે ૧૪ ગામોમાં હોટેલ, બિલ્ડીંગ બાંધકામ, શાળા, પેટ્રોલ પંપ અને જીનીંગ મિલ સહિતની ૧૨૫ જગ્યાએ ગેરકાયદે પાણી ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાને આવતા તંત્રએ તમામ કનેક્શન કાપી નાખ્યા છે અને પાણી ચોરી કરનાર પેઢી, સંસ્થા અને શાળાઓને રૂપિયા ૧.૧૮ લાખથી લઈને ૩.૯૭ કરોડ સુધીનો મળીને કુલ ૧૨.૯૨ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
