<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

ગુજરાત ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ જે કે ચાવડાની રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી સહાયક તરીકે નિમણૂક

ધોરાજી શહેર તાલુકો તેમજ ઉપલેટા શહેર તાલુકાની તાત્કાલિક અસરથી બુથ સમિતિની રચના કરવા બેઠક લેતા જે કે ચાવડા: બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ છે જે. કે. ચાવડા ધોરાજી ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા સહિત અગ્રણીઓ સાથે જોડાયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ગુજરાત ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ જે કે ચાવડાની રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી સહાયક તરીકે નિમણૂક
ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અને કામગીરી ચાલુ હતી તે પૂર્ણ થઈ છે હવે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સંગઠન પર્વ ઉજવાઈ રહ્યું છે જેના અનુસંધાને પ્રદેશની જવાબદારી સંગઠન પર્વ બાબતે રાજકોટના ધારાસભ્ય ઉદયભાઇ કાનગઢ અને ધવલભાઇ દવેને સોંપવામાં આવી છે ત્યારે સંગઠિત પર્વના ભાગરૂપે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચના ઉપપ્રમુખ જે કે ચાવડાની રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી સહાયક તરીકે નિમણૂક કરવામાં આવી છે જેના ભાગરૂપે પ્રદેશ ઉપાધ્યક્ષ છે કે ચાવડાએ રાજકોટ જિલ્લાની સમીક્ષા કરીને તાત્કાલિક બેઠકો લીધી હતી જેમાં ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે રાજકોટ જિલ્લા ચૂંટણી સહાયક અધિકારી તરીકે જે કે ચાવડા તેમજ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા જુનાગઢ જિલ્લાના પ્રભારી કિશોરભાઈ રાઠોડ (ઓબીસી) પ્રદેશ સદસ્ય વી ડી પટેલ જિલ્લાઓ પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી ઉપલેટા ના પ્રભારી જયસુખભાઈ ઠેસીયા શહેર ભાજપના પ્રમુખ રાજુભાઈ બાલધા બંને મહામંત્રી  તેમજ સંગઠનના વિવિધ હોદ્દેદારો સાથે બેઠક લીધી હતી અને તાત્કાલિક ધોરાજી શહેરના તમામ બુથની સમિતિ બનાવવાની અને સરળ એપમાં ડાઉનલોડ કરવા બાબતે ખાસ ભાર મૂક્યો હતો
બાદ ધોરાજી તાલુકાના ભારતીય જનતા પાર્ટીની બેઠક ચિચોડ સુપેડી વિગેરે ગામ ખાતે લીધી હતી જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ જે કે ચાવડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા તાલુકા ભાજપના પ્રમુખ મયુરભાઈ શિંગાળા જૂનાગઢ જિલ્લાના પ્રભારી કિશોરભાઈ રાઠોડ ઓબીસી તેમજ મહામંત્રી રાજુભાઈ પિઠીયા જયેશભાઈ ત્રિવેદી ઉપલેટા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સુભાષભાઈ તેમજ રાજેન્દ્રભાઈ બારોટ વિગેરેની હાજરીમાં બેઠક લેવામાં આવી હતી અને તાત્કાલિક બુથ સમિતિ સુધીના ફોર્મ ભરવામાં આવ્યા હતા

બાદ ઉપલેટા શહેર ભારતીય જનતા પાર્ટીની બેઠક ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા પ્રભારી જયસુખભાઈ ઠેસીયા તાલુકા પ્રભારી બિંદીયાબેન મકવાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા તેમજ શહેર ભાજપના પ્રમુખ કિરીટભાઈ પાદરીયા મહામંત્રી જીગ્નેશભાઈ ડેર હરસુખભાઈ સહિત શહેરના સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી
બાદ તાલુકામાં કોલકી ખાતે બેઠક બોલાવી હતી જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ જે કે ચાવડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા તેમજ પ્રભારી બિંદીયાબેન મકવાણા વગેરેની હાજરીમાં બેઠક યોજાઇ હતી

ધોરાજી શહેર તાલુકા તેમજ ઉપલેટા શહેર અને તાલુકા ની બેઠક પ્રદેશ ઉપાધ્યક્ષ અને રાજકોટ જિલ્લાના ચૂંટણી અધિકારી સહાયક જે કે ચાવડા ધારાસભ્ય  મહેન્દ્રભાઈ પાડલીયા  જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી જુનાગઢ જિલ્લા પ્રભારી કિશોરભાઈ રાઠોડ ધોરાજી તાલુકા પ્રમુખ મયુરભાઈ શિંગાળા મહામંત્રી રાજુભાઈ પિઠીયા ધોરાજી તાલુકા યુવા મોરચા પ્રમુખ કૃણાલ વઘાસિયા નિલેશભાઈ કણસાગરા અજેન્દ્રભાઈ પરમાર  રાજકોટ જિલ્લા માજી ઉપપ્રમુખ સુરેશભાઈ માકડીયા રસિકભાઈ દઢાણીયા વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા


 

(11:54 PM IST)