<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

જૂનાગઢમાં ગેરકાયદે ધમધમતું ગેમઝોન પકડાયું

મંજૂરી વગર અને ફાયર સેફ્ટી લાયસન્સ વિના શરૂ કરી દેવાયું'તું

(વિનુ જોષી દ્વારા)  જુનાગઢ તા. 30 : જૂનાગઢમાં ગેરકાયદે ધમધમતું ગેમઝોન પોલીસે પકડી પાડી તેના માલિક સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. 

જૂનાગઢમાં બહાઉદીન કોલેજ સામે આવેલ સેન્ટ્રલ પ્લાઝા બિલ્ડિંગમાં મંજૂરી વગર મહાદેવ સ્નુકર ગેમઝોન ચાલતું હોવાની બાતમી મળતા સી ડિવિઝન પોલીસ સ્ટેશનના કાફલાએ તપાસ હાથ ધરી હતી.

આ તપાસમાં રામભાઇ નંદલાલભાઇ ઠકકરએ ગેમઝોન ચલાવવા ગુજરાત પોલીસ અધિનયિયમ ૧૯૫૧ના નિયમ ૩૩(૧) મુજબ ઓથોરાઇઝ કચેરીની પરવાનગી વગર તેમજ ફાયર સેફ્ટીનુ લાયસન્સ મેળવ્યા વગર ગેમઝોન ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું.

 તેમજ ગેમઝોનમાં વ્યકતીઓની જીંદગી અને શારિરીક સલામતી જોખમમા મુકાય તેવુ કૃત્ય કરી ગેરકાયદે ગેમઝોન ચલાવતો હોવાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(10:51 AM IST)