તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
બોટાદમાં ઘરકંકાસથી કંટાળી અશોકભાઇ રૂદાતલાનો ઝેરી દવા પી આપઘાત
યુવાને રાજકોટની હોસ્પિટલમાં દમ તોડયોઃ બીમારીથી કંટાળી કાલમેઘડાના વૃધ્ધાનો ઝેરી દવા પી આપઘાત

રાજકોટ, તા. ૩૦: બોટાદ રેલ્વે કોલોની ની પાછળ રહેતા યુવાને ઝેરી દવાપી લેતા તેનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયું હતું.
મળતી વિગત મુજબ બોટાદમાં રેલ્વે કોલોની ની પાછળ રહેતા અશોકભાઇ શંકરભાઇ રૂદાતલા (ઉ.વ. ૩૩) એ પરમ દિવસે પોતાને ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે બોટાદ બાદ રાજકોટની લેન્ડ માર્ક હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. પોલીસની પ્રાથમીક તપાસમાં યુવાને ઘરકંકાસથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યુ છે બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
જયારે બીજા બનાવમાં કાલાવડના કાલમેઘડા ગામમાં રહેતા તારાબા નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. ૬૯) એ ગઇકાલે પોતાના ઘરે ઘંઉમાં નાખવાની ટીકડી પી લેતા તેને સારવાર માટે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક વૃધ્ધાએ બીમારીથી કંટાળી જઇ આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે. આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસ મથકના રમેશભાઇએ પ્રાથમીક કાગળો કરી બોટાદ તથા કાલાવડ મોકલવા તજવીજ હાથ ધરી છે
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
